થોડા સમય પહેલાં જ જાહ્નવીના ડૅડી બોની કપૂરે તેમની રિલેશનશિપની પુષ્ટિ કરી હતી
જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂર અને શિખર પહારિયા રિલેશનમાં છે. થોડા સમય પહેલાં જ જાહ્નવીના ડૅડી બોની કપૂરે તેમની રિલેશનશિપની પુષ્ટિ કરી હતી. જાહ્નવીએ પણ ‘મૈદાન’ના સ્ક્રીનિંગમાં એ વિશે પુષ્ટિ કરી હોય એવું લાગી રહ્યું છે. જાહ્નવીના ગળામાં પહેરેલું પેન્ડન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, કારણ કે એના પર શિકુ લખેલું છે. તે તેના બૉયફ્રેન્ડ શિખરને શિકુ કહીને બોલાવે છે અને એમ તેણે ‘કૉફી વિથ કરણ’માં પણ કહ્યું હતું. તેઓ બન્ને ઘણી વખત સાથે જોવા મળે છે. શિખર પહારિયા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલકુમાર શિંદેનો પૌત્ર છે. બોની કપૂરે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘મૈદાન’ના સ્ક્રીનિંગમાં જાહ્નવીએ કસ્ટમ-મેડ નેકપીસ પહેર્યું હતું.


