આ ફિલ્મમાં અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફ લીડ રોલમાં છે
જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂર ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળે એવી શક્યતા છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફ લીડ રોલમાં છે. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફર બનાવી રહ્યો છે. ફિલ્મને વાશુ અને જૅકી ભગનાણી પ્રોડ્યુસ કરશે. આવતા વર્ષે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. ફિલ્મને સ્કૉટલૅન્ડ, યુકે અને સાઉદીમાં શૂટ કરવામાં આવશે. હવે જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાં ટાઇગરની સામે ફીમેલ લીડ તરીકે જાહ્નવીની પસંદગી થઈ છે. હજી અન્ય ફીમેલ લીડની શોધ ચાલી રહી છે. ટૂંક સમયમાં એની પણ પસંદગી થઈ જશે. અલી અબ્બાસ ઝફર તેની ફિલ્મોમાં તમામ ઍક્ટર્સને સ્ટ્રૉન્ગ રોલ આપવા માટે જાણીતો છે. હૉલીવુડથી સ્ટન્ટની ટીમને પણ બોલાવવામાં આવે એવી શક્યતા છે.