૨૦૧૮માં આવેલી ‘ધડક’થી તેણે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. હ

જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂરનું માનવું છે કે તેને કરીઅરમાં ધારી એવી રિસ્પેક્ટ નથી મળી. ૨૦૧૮માં આવેલી ‘ધડક’થી તેણે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. હવે તે ‘બવાલ’ અને ‘મિસ્ટર ઍન્ડ મિસિસ માહી’માં જોવા મળશે. સાથે જ તે જુનિયર એનટીઆર સાથે ‘NTR 30’માં કામ કરવાની છે. તેની પાસે અનેક પ્રોજેક્ટ્સ આવ્યા છે. એ વિશે જાહ્નવીએ કહ્યું કે મુઝે મૌકે બહોત મિલે હૈં, પર ઇઝ્ઝત અભી તક નહીં મિલી.
બીજી તરફ સારા અલી ખાનને તેની ફ્રેન્ડ જાહ્નવીની આ રિસ્પેક્ટવાળી વાત વિશે પૂછવામાં આવ્યું હતું. એ વિશે સારાએ કહ્યું કે ‘મને લાગે છે કે હું જે છું એવી જ મને સ્વીકારવામાં આવે તો એ મારા માટે સન્માનની મોટી નિશાની છે. હું નસીબદાર છું કે મારી કરીઅરની શરૂઆતમાં જ મને એ મળ્યું છે. મારી ફિલ્મ ‘કેદારનાથ’ હોય કે પછી ‘અતરંગી રે’ હોય એના રિવ્યુ મેં વાંચ્યા છે એથી મને લાગે છે કે એમાં રિસ્પેક્ટને લઈને કોઈ સમસ્યા નથી.’