Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉયફ્રેન્ડ શિખર પહારિયા સાથે ઉજ્જૈન પહોંચી જાહ્‌નવી કપૂર અને વધુ સમાચાર

બૉયફ્રેન્ડ શિખર પહારિયા સાથે ઉજ્જૈન પહોંચી જાહ્‌નવી કપૂર અને વધુ સમાચાર

06 December, 2023 01:34 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મીનલ રાઠોડે આપી દસ્તક, ‘ઔરોં મેં કહાં દમ થા’ સ્પેશ્યલ ફિલ્મ છે : સઈ માંજરેકર ,મારી પહેલી નૉવેલમાં વિદ્રોહી યુવતીની સુપરહીરો બનવાની સ્ટોરી વાંચવા મળશે : હુમા કુરેશી અને વધુ સમાચાર

ખુશી કપૂર , શિખર પહરિયા

ખુશી કપૂર , શિખર પહરિયા


જાહ‍્નવી કપૂર તેના કહેવાતા બૉયફ્રેન્ડ શિખર પહારિયા સાથે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરે દર્શન કરવા પહોંચી છે. બન્નેના ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. આ બન્ને ઘણા સમયથી રિલેશનમાં છે, પરંતુ બન્નેમાંથી કોઈએ એ વિશે જાહેરમાં નથી જણાવ્યું. જાહ‍્નવી સતત વિવિધ મંદિરે માથું નમાવવા જાય છે. જાહ‍્નવીએ પિન્ક સાડી પહેરી છે. વહેલી સવારમાં થનારી ભસ્મ આરતીમાં બન્ને જોડાયાં હતાં. સાથે જ પૂરા વિધિવિધાન સાથે તેણે ભોળાનાથની પૂજા કરી હતી. મંદિરના પૂજારીએ જાહ‍્નવીને મહાકાલનો ફોટો આપ્યો હતો. 

મીનલ રાઠોડે આપી દસ્તક
દીપિકા પાદુકોણનો ‘ફાઇટર’નો લુક ગઈ કાલે લૉન્ચ કરવામાં આવ્યો હતો. સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં તેની સાથે હૃતિક રોશન અને અનિલ કપૂર પણ કામ કરી રહ્યા છે. સોમવારે હૃતિકનો લુક શૅર કરવામાં આવ્યો હતો અને ગઈ કાલે દીપિકાનો ફર્સ્ટ લુક શૅર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં તે સ્ક્વૉડ્રન લીડર મીનલ રાઠોડનું પાત્ર ભજવી રહી છે. તેને મિનીના નામથી પણ ઓળખવામાં આવે છે. ઇન્ડિયન ઍર ફોર્સના યુનિફૉર્મના લુકમાં તે ખૂબ જ સિરિયસ લાગી રહી છે.

‘ઔરોં મેં કહાં દમ થા’ સ્પેશ્યલ ફિલ્મ છે : સઈ માંજરેકર


સઈ માંજરેકરે તેની આગામી ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા’ને સ્પેશ્યલ ફિલ્મ જણાવી છે. સઈ માંજરેકરે ‘દબંગ 3’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. બાદમાં તેણે ‘મેજર’ અને તેલુગુ ફિલ્મ ‘સ્કંદ’માં પણ કામ કર્યું છે. હવે તે અજય દેવગન, તબુ અને શાંતનુ મહેશ્વરી સાથે ‘ઔરોં મેં કહાં દમ થા’માં જોવા મળવાની છે. આ ફિલ્મ આવતા વર્ષે ૨૬ એપ્રિલે રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને સઈ માંજરેકરે કહ્યું કે ‘આ ફિલ્મ મારા માટે અતિશય સ્પેશ્યલ છે. અત્યાર સુધીનો બેસ્ટ અનુભવ મને આ ફિલ્મમાં મળ્યો છે. ‘ઔરોં મેં કહાં દમ થા’ના વિશ્વને લોકોને દેખાડવા માટે આતુર છું.’

મારી પહેલી નૉવેલમાં વિદ્રોહી યુવતીની સુપરહીરો બનવાની સ્ટોરી વાંચવા મળશે : હુમા કુરેશી

હુમા કુરેશીએ તેની પહેલી નૉવેલ ‘ઝેબા : ઍન ઍક્સિડન્ટલ સુપરહીરો’ લખી છે. એની સ્ટોરીમાં એક વિદ્રોહી યુવતી કઈ રીતે સુપરહીરો બને છે એ વાંચવા મળશે. હાર્પર કૉલિન્સે એને પબ્લિશ કરી છે. પોતાની આ નૉવેલ વિશે હુમાએ કહ્યું કે ‘હું હંમેશાંથી હીરોના વિચાર અને તેમના જટિલ અસ્તવ્યસ્ત જીવનથી રોમાંચિત થાઉં છું. મારી પહેલી નૉવેલમાં એક જિદ્દી, વિદ્રોહી યુવતી સુપરહીરો બને છે એની સ્ટોરી છે. બન્ને જર્ની સશક્ત અને અણધાર્યા વળાંક લઈને આવે છે. હાર્પર કૉલિન્સની મદદથી હું એક એવા કૅરૅક્ટર અને સ્ટોરીનું નિર્માણ કરવામાં સક્ષમ રહી છું જે માપદંડોને પડકાર આપે છે અને આપણી અંદરની તાકાતને સેલિબ્રેટ કરે છે. આ થ્રિલિંગ રાઇડ છે. વાંચકોને આ સાહસથી ભરેલી જર્ની સાથે જોડવા માટે આતુર છું.’

મને નથી લાગતું કે ફૅશન માટે કોઈ નિયમ છે : ખુશી કપૂર

ખુશી કપૂર મુજબ ફૅશનને કોઈ નિયમ નથી હોતા. તે ‘ધ આર્ચીઝ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. ઝોયા અખ્તરની આ ફિલ્મમાં તે બેટ્ટી કૂપરના રોલમાં દેખાવાની છે. ફૅશનના મંત્ર વિશે ખુશી કપૂરે કહ્યું કે ‘મને નથી લાગતું કે ફૅશનને કોઈ નિયમ હોય. મને એવું લાગે છે કે તમે જે આઉટફિટમાં સારા દેખાતા હો, એને સારી રીતે કૅરી કરી શકો. એથી મને લાગે છે કે એ આત્મવિશ્વાસ તમારા આઉટફિટમાં દેખાય છે અને એ જ વસ્તુઓ કરો જે તમને સારો એહસાસ અપાવે.’

Whatsapp-channel Whatsapp-channel

06 December, 2023 01:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK