જાહ્નવી અને સિદ્ધાર્થને બહાર લઈ જવા માટે એસ્કોર્ટ કરવામાં આવ્યાં કારણ કે તેમના ક્રેઝને કારણે પરિસ્થિતિ કાબૂ બહાર ચાલી ગઈ હતી
જાહ્વવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા
જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેમની ફિલ્મ ‘પરમ સુંદરી’ની રિલીઝના એક દિવસ પહેલાં ગુરુવારે લાલબાગચા રાજા ખાતે આશીર્વાદ લેવા માટે ગયાં હતાં. આ સમયે પૂરતી સુરક્ષા-વ્યવસ્થા હોવા છતાં પંડાલમાં એકઠી થયેલી ભીડે બન્ને સ્ટાર્સને ઘેરી લીધાં હતાં. પોતાની આસપાસ એકાએક આટલીબધી ભીડ જોઈને જાહ્નવી ગભરાઈ ગઈ હતી અને વાઇરલ વિડિયોમાં તેના ચહેરા પર આ લાગણી સ્પષ્ટ રીતે દેખાય છે. આખરે જાહ્નવી અને સિદ્ધાર્થને બહાર લઈ જવા માટે એસ્કોર્ટ કરવામાં આવ્યાં કારણ કે તેમના ક્રેઝને કારણે પરિસ્થિતિ કાબૂ બહાર ચાલી ગઈ હતી.


