જૅકલિન ફર્નાન્ડિસ પોતાની આગવી સ્ટાઇલ અને ફૅશન-સેન્સને લીધે જાણીતી છે, પણ હાલમાં તેનો એક લુક સોશ્યલ મીડિયામાં ટ્રોલ થયો છે.
જૅકલિન ફર્નાન્ડિસ
જૅકલિન ફર્નાન્ડિસ પોતાની આગવી સ્ટાઇલ અને ફૅશન-સેન્સને લીધે જાણીતી છે, પણ હાલમાં તેનો એક લુક સોશ્યલ મીડિયામાં ટ્રોલ થયો છે. હાલમાં જૅકલિને નવી દિલ્હીમાં એક અવૉર્ડ શોમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં તેણે લક્ઝરી ફૅશનહાઉસ બાલમેઇનનો સફેદ, લાંબી બાંયનો પૉપલિન બસ્ટિયર ડ્રેસ પસંદ કર્યો હતો. આ ઑફ-શોલ્ડર ડ્રેસમાં શર્ટનો લુક આપતી પૅટર્ન હતી. આ ડ્રેસ પહેરીને જૅકલિને કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેનો આ પ્રયાસ ફ્લૉપ સાબિત થયો હતો, કારણ કે તેનો ડ્રેસ લોકોને ખાસ ગમ્યો નથી અને સોશ્યલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે.


