Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આઝાદ ભારતની જેમ રાખી પણ થયાં ૭૯ વર્ષનાં

આઝાદ ભારતની જેમ રાખી પણ થયાં ૭૯ વર્ષનાં

Published : 16 August, 2026 10:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૅકી શ્રોફે સોશ્યલ મીડિયા પર વિશ કરીને લોકોને યાદ દેવડાવી આ અભિનેત્રીની

જેકી શ્રોફ અને રાખી ગુલઝાર

જેકી શ્રોફ અને રાખી ગુલઝાર


જૂના જમાનાના કલકારોને આપણે ભલે ભૂલી ગયા હોઈએ, પણ જૅકી શ્રોફના મનમાં તેમના માટે ભારોભાર આદર છે. જૅકીએ થોડા દિવસ પહેલાં ૯૩ વર્ષનાં વૈજયંતીમાલા અને ૭૪ વર્ષનાં યોગિતા બાલીના જન્મદિવસ લોકોને યાદ કરાવ્યા હતા અને હવે રાખીને તેમની ૭૯મી વર્ષગાંઠે સોશ્યલ મીડિયા પર શુભકામના આપી છે.
જૅકી શ્રોફે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર રાખીની પરંપરાગત ગુલાબી સાડીમાં સજ્જ એક સુંદર તસવીર શૅર કરી હતી. આ પોસ્ટ સાથે તેણે પૃષ્ઠભૂમિમાં રાખીના સદાબહાર ગીત ‘આજ મદહોશ હુઆ જાએ રે’ને અટૅચ કરીને અત્યંત સાદગીપૂર્ણ રીતે ‘હૅપી બર્થ-ડે’નો સંદેશ લખ્યો હતો.
યોગાનુયોગ ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટે પશ્ચિમ બંગાળના રાણાઘાટમાં જન્મેલાં રાખીનો જન્મ ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી એ જ દિવસે થયો હતો. આ કારણે તેઓ સ્વતંત્ર ભારત જેટલી જ ઉંમરનાં છે. તેમણે પોતાની અભિનય-કારકિર્દીની શરૂઆત ૧૯૬૭માં બંગાળી ફિલ્મ ‘વધુ ભરણ’થી કરી હતી. ત્યાર બાદ ૧૯૭૦માં ફિલ્મ ‘જીવન મૃત્યુ’ દ્વારા હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો.

જૅકી શ્રોફ અને રાખીએ સુભાષ ઘઈ દિગ્દર્શિત બ્લૉકબસ્ટર ફિલ્મ ‘રામ લખન’ (૧૯૮૯)માં સાથે કામ કર્યું હતું. ત્યાર બાદ તેઓ ૧૯૯૩માં આવેલી સુભાષ ઘઈની જ ફિલ્મ ‘ખલનાયક’માં પણ એકસાથે સ્ક્રીન શૅર કરતાં જોવા મળ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2026 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK