સાન્યા મલ્હોત્રાની ઇચ્છા છે કે ‘જવાન 2’ બને અને એ ફિલ્મમાં તેને પણ લેવામાં આવે. સાત સપ્ટેમ્બરે હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થયેલી ‘જવાન’ બૉક્સ-ઑફિસ પર ખૂબ ધમાલ મચાવી રહી છે

ફાઇલ તસવીર
સાન્યા મલ્હોત્રાની ઇચ્છા છે કે ‘જવાન 2’ બને અને એ ફિલ્મમાં તેને પણ લેવામાં આવે. સાત સપ્ટેમ્બરે હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થયેલી ‘જવાન’ બૉક્સ-ઑફિસ પર ખૂબ ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મને સાઉથના ઍટલીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મને શાહરુખ ખાનની વાઇફ ગૌરી ખાન અને ગૌરવ વર્માએ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં સાન્યાની સાથે શાહરુખ ખાન, સુનીલ ગ્રોવર, આલિયા કુરેશી, સંજિતા ભટ્ટાચાર્ય, આશ્લેષા ઠાકુર, ગિરીજા ઓક ગોડબોલે અને રિદ્ધિ ડોગરા પણ લીડ રોલમાં છે. તાજેતરમાં જ શાહરુખે ઇશારો કર્યો હતો કે ‘જવાન’ની સીક્વલ બનવાની છે. જોકે હજી સુધી કોઈ કન્ફર્મેશન નથી મળ્યું. ફિલ્મ વિશે સાન્યા મલ્હોત્રાએ કહ્યું કે ‘લોકો ફિલ્મને કેટલો પ્રેમ કરે છે એ દેખાઈ આવે છે. એક દર્શક તરીકે મને પણ એનું એક્સ્ટેન્ડેડ વર્ઝન જોવું ગમશે. આશા છે કે સીક્વલ બનાવવામાં આવે. મારી ઇચ્છા છે કે ‘જવાન 2’ બનાવવામાં આવે અને મને એમાં કાસ્ટ કરવામાં આવે.’
306.58
સાત દિવસમાં ‘જવાન’એ આટલા કરોડ રૂપિયાનો કર્યો બિઝનેસ