હિરોઇન હશે શ્રીદેવી-બોની કપૂરની દીકરી ખુશી
‘નાદાનિયાં’ ફિલ્મનું પોસ્ટર
કરણ જોહરે થોડા દિવસ પહેલાં સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમ અલી ખાનના બૉલીવુડ-પ્રવેશની જાહેરાત કરી હતી. હવે ગઈ કાલે ઇબ્રાહિમની પહેલી ફિલ્મનું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. ફિલ્મનું નામ છે ‘નાદાનિયાં’ અને એમાં હિરોઇન છે શ્રીદેવી-બોની કપૂરની દીકરી ખુશી કપૂર. આ ફિલ્મ થિયેટરોમાં નહીં પણ નેટક્લિક્સ પર રિલીઝ થશે.
આ રોમૅન્ટિક ફિલ્મમાં ઇબ્રાહિમ-ખુશી સાથે મહિમા ચૌધરી, સુનીલ શેટ્ટી, દિયા મિર્ઝા અને જુગલ હંસરાજ હશે. કરણ જોહરની કંપની ધર્મેટિક એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત આ ફિલ્મનું ડિરેક્શન નવોદિત શૉના ગૌતમ કરશે.
ADVERTISEMENT
ખુશી કપૂરની ત્રીજી ફિલ્મ
ઝોયા અખ્તરની ‘ધી આર્મીઝ’ દ્વારા ફિલ્મજગતમાં પ્રવેશેલી ખુશી કપૂરની બીજી ફિલ્મ ‘લવયાપા’ આમિર ખાનના દીકરા જુનૈદ સાથે છે, જે ૭ ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે. ‘નાદાનિયાં’ ખુશીની ત્રીજી ફિલ્મ હશે અને એ ‘ધી આર્ચીઝ’ની જેમ સીધી નાના પડદે આવશે. ખુશી ૨૪ વર્ષની છે, જ્યારે તેની મોટી બહેન જાહ્નવી આવતા મહિને ૨૮ વર્ષની થઈ જશે.

