Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તમન્નાને ડેટ હું કરું છું ને દિમાગ ખરાબ થઈ ગયું છે પાપારાઝીનું : વિજય વર્મા

તમન્નાને ડેટ હું કરું છું ને દિમાગ ખરાબ થઈ ગયું છે પાપારાઝીનું : વિજય વર્મા

Published : 07 October, 2023 04:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિજય વર્મા અને તમન્ના ભાટિયાનાં રિલેશન હાલમાં ટૉક-ઑફ-ધ ટાઉન બની ગયાં છે.

વિજય વર્મા અને તમન્ના ભાટિયા

વિજય વર્મા અને તમન્ના ભાટિયા


વિજય વર્મા અને તમન્ના ભાટિયાનાં રિલેશન હાલમાં ટૉક-ઑફ-ધ ટાઉન બની ગયાં છે. આ બન્ને ‘લસ્ટ સ્ટોરીઝ 2’ના એક સેગમેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં. એ બન્ને અનેક વખત સાથે જોવા મળે છે. તેમને અનેક સવાલો પણ કરવામાં આવે છે. હવે એ બધાથી વિજય કંટાળી ગયો છે. પાપારાઝીને લઈને વિજય વર્માએ કહ્યું કે ‘હું મારી રીતે સારી રીતે આગળ વધી રહ્યો હતો. મેં જ્યારથી તમન્ના ભાટિયાને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારથી પાપારાઝી વધારે પાછળ પડી ગયા છે. તેમનું દિમાગ પણ ખરાબ થઈ ગયું છે. એને હું કન્ટ્રોલ નથી કરી શકતો. તેઓ મારા ઘરના બારણે આવી જાય છે. અત્યાર સુધી કોઈ મારા બિલ્ડિંગમાં પણ નહોતા આવતા. મેં મારા બિલ્ડિંગની બહાર આવીને તેમને કહ્યું છે કે આ મારી પર્સનલ સ્પેસ છે, એમાં ઘૂસવાનો પ્રયાસ ન કરો. આ લાઇનને ક્રૉસ ન કરો. કોઈ જાણતું નહોતું કે હું અંધેરીમાં રહું છું. હું અંધેરીના અંતરિયાળ વિસ્તારમાં રહું છું. તમારા ફ્રેન્ડ્સને જઈને કહેતા નહીં કે હું ક્યાં રહું છું. હું નથી ચાહતો કે મારા ઘરની બહાર કોઈ આવીને ઊભા રહે. મને તેમની સાથે વાત કરવી ગમે છે, પરંતુ તેઓ મારા ફ્રેન્ડ્સ નથી. તેઓ મને પર્સનલ સવાલ ન કરી શકે. તેઓ જર્નલિસ્ટ નથી. મારી પરમિશન વગર કોઈ મને પર્સનલ સવાલ ન કરી શકે.’


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2023 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK