૨૦૨૧માં કંગનાએ તાપસીને ‘સસ્તી કૉપી’ કહી હતી. ત્યાર બાદ સોશ્યલ મીડિયામાં એક શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું હતું. તાપસીએ સ્પષ્ટ શબ્દોમાં એમ પણ જણાવ્યું હતું કે તેની લાઇફમાં કંગનાનું કોઈ સ્થાન નથી

તાપસી પન્નુ
તાપસી પન્નુનું કહેવું છે કે તેને કંગના રનોટ સાથે કોઈ પ્રૉબ્લેમ નથી, પરંતુ તેને પ્રૉબ્લેમ છે. ૨૦૨૧માં કંગનાએ તાપસીને ‘સસ્તી કૉપી’ કહી હતી. ત્યાર બાદ સોશ્યલ મીડિયામાં એક શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું હતું. તાપસીએ સ્પષ્ટ શબ્દોમાં એમ પણ જણાવ્યું હતું કે તેની લાઇફમાં કંગનાનું કોઈ સ્થાન નથી. સાથે જ તેના માટે તેના મનમાં કોઈ સારી કે ખરાબ લાગણી પણ નથી. તાજેતરમાં જ તાપસીને કંગના વિશે પૂછવામાં આવ્યું હતું. એનો જવાબ આપતાં તાપસીએ કહ્યું કે ‘હવે હું તેને શું કહું. મને મનમાં કાંઈ ખરાબ લાગણી નથી રહી. હું તેને ‘પિન્ક’ના સ્ક્રીનિંગ વખતે મળી હતી. એ વખતે હું ઇન્ડસ્ટ્રીમાં નવી હતી. એથી મારા ભાગે તો માત્ર આવતા મહેમાનોને ‘હેલો’ અને ‘થૅન્ક યુ’ કહેવાનું હતું. જો આજે પણ એવી સ્થિતિ આવે કે તે મારી નજર સામે હોય તો હું તેની પાસે જઈને તેને ‘હેલો’ કહીશ. હું મોં ફેરવીને નહીં જાઉં. મને થોડો પ્રૉબ્લેમ છે, પ્રૉબ્લેમ તો તેને છે. એથી તેની મરજી. શરૂઆતમાં તો મને ઝટકો લાગ્યો હતો. તે સારી ઍક્ટર છે. તેણે જ્યારે મને સસ્તી કૉપી કહી તો મેં એ વસ્તુને એક પ્રશંસા તરીકે સ્વીકારી હતી.’