સારા મહાદેવના મંદિરે સતત દર્શન કરવા જાય છે એને લઈને હાલમાં તેને ટ્રોલ કરવામાં આવી હતી

સારા અલી ખાન
સારા અલી ખાને જણાવ્યું કે તેની પર્સનલ લાઇફ સાથે જો કોઈને પ્રૉબ્લેમ હોય તો એની તેને કોઈ પરવા નથી. સારા મહાદેવના મંદિરે સતત દર્શન કરવા જાય છે એને લઈને હાલમાં તેને ટ્રોલ કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયામાં યુઝર્સ તેના પર શાબ્દિક પ્રહાર કરે છે. એક યુઝર્સે લખ્યું કે ‘આપકો ખાન પરિવાર મેં રહના હૈ કિ નહીં?’ તો અન્યએ લખ્યું, ‘મુસ્લિમ કબ સે મંદિર જાને લગે...’ આવા અનેક શાબ્દિક પ્રહાર તેના પર કરવામાં આવ્યા હતા. સારા તેની આગામી ફિલ્મ ‘ગૅસલાઇટ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. એ દરમ્યાન સારાએ કહ્યું કે ‘જો દર્શકોને મારા કામની ફરિયાદ હોય તો એ મારો પ્રૉબ્લેમ છે, કારણ કે હું મારા ફૅન્સ માટે કામ કરું છું. જો કોઈને મારી પર્સનલ વસ્તુઓ કે મારી લાઇફસ્ટાઇલથી વાંધો હોય તો મને એની કોઈ પરવા નથી.’