Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જો દાઉદ ઇબ્રાહિમ ન હોત તો હું સત્યા અને કંપની જેવી ફિલ્મો ન બનાવી શક્યો હોત

જો દાઉદ ઇબ્રાહિમ ન હોત તો હું સત્યા અને કંપની જેવી ફિલ્મો ન બનાવી શક્યો હોત

Published : 20 April, 2026 11:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રામ ગોપાલ વર્માએ સ્વીકાર્યું કે તેમણે આત્મકથા અન્ડરવર્લ્ડ ડૉનને સમર્પિત કરી હતી

રામ ગોપાલ વર્મા

રામ ગોપાલ વર્મા


૧૯૯૦ના દાયકામાં બૉલીવુડમાં અન્ડરવર્લ્ડનો ભારે પ્રભાવ રહ્યો હતો. ઇન્ડસ્ટ્રીના લોકો પણ એને ખુલ્લેઆમ સ્વીકારતા હતા. જોકે ફિલ્મમેકર રામ ગોપાલ વર્માનો અનુભવ આ બધાથી અલગ રહ્યો છે.

અન્ડરવર્લ્ડ સાથેના પોતાના અનુભવ વિશે વાત કરતાં રામ ગોપાલ વર્માએ પોતાની આત્મકથા ‘ગન્સ ઍન્ડ થાઇઝ’ વિશે વાત કરતાં જણાવ્યું કે તેમણે આ પુસ્તક દાઉદ ઇબ્રાહિમને સમર્પિત કર્યું હતું, પરંતુ પછી પ્રકાશકોએ તેનું નામ હટાવી દીધું હતું. રામ ગોપાલ વર્માએ કહ્યું કે જો દાઉદ ઇબ્રાહિમ ન હોત તો હું ‘સત્યા’ અને ‘કંપની’ જેવી આઇકૉનિક ફિલ્મો બનાવી શક્યો ન હોત. રામ ગોપાલ વર્માએ સ્વીકાર્યું કે આ ફિલ્મો દ્વારા હું પોતાનું જીવનનિર્વાહ કરી રહ્યો છું.



બૉલીવુડમાં ઘણા લોકોને અન્ડરવર્લ્ડ સાથેના ડરામણા અનુભવો થયા છે પણ રામ ગોપાલ વર્માનું કહેવું છે કે તેને ક્યારેય કોઈ ધમકી મળી નથી. તેણે જણાવ્યું કે અન્ડરવર્લ્ડના લોકો તેની ફિલ્મો ‘સત્યા’ અને ‘કંપની’ને ખૂબ પસંદ કરતા હતા, એથી તેઓ તેને પરેશાન કરવા માગતા નહોતા.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK