તેની આગામી ફિલ્મ ‘સાઇલન્સ 2 : ધ નાઇટ આઉલ બાર શૂટઆઉટ’નું ટ્રેલર હાલમાં લૉન્ચ કરવામાં આવ્યું છે.
મનોજ બાજપાઈ અને પ્રાચી દેસાઈએ મંગળવારે ‘સાઇલન્સ 2 : ધ નાઇટ આઉલ બાર શૂટઆઉટ’ની ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી.
મનોજ બાજપાઈને ડિરેક્ટરના ગુલામ બની કામ કરવાનું પસંદ છે. તેની આગામી ફિલ્મ ‘સાઇલન્સ 2 : ધ નાઇટ આઉલ બાર શૂટઆઉટ’નું ટ્રેલર હાલમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. તેને પૂછવામાં આવ્યું હતું કે તે દરેક રોલને આટલી સચોટતાથી કઈ રીતે ભજવી શકે છે. તો એનો જવાબ આપતાં મનોજે કહ્યું હતું કે ‘હું મારા ડિરેક્ટરનો ઈમાનદાર ગુલામ બનવાનો પ્રયાસ કરું છું. આ વખતે અબન દેવહંસ (ડિરેક્ટર)નું સાંભળતો હતો. તે ઘણાં વર્ષોથી મારો ફ્રેન્ડ છે. એ બધા સાથે ફરીથી કામ કરવાની તક મળી એની મને ખુશી છે. લોકો સાથે કામ કરવાની મજા આવે છે. સેટ પર હું કાંઈ એક્સ્ટ્રા નથી કરતો. માત્ર કામ પર ધ્યાન આપું છું. ડિરેક્ટરની સૂચનાઓને ધ્યાનથી સાંભળું છું. મારા માટે આ જર્ની અદ્ભુત રહી. હું માત્ર શીખતો હતો અને શાંત રહેતો હતો.’

