Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરીઅરની શરૂઆતમાં મારે પણ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો : ટીના દત્તા

કરીઅરની શરૂઆતમાં મારે પણ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો : ટીના દત્તા

Published : 09 April, 2023 04:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટીના દત્તાએ જણાવ્યું કે કરીઅરની શરૂઆતમાં તેને પણ ભેદભાવ અને કેટલીક કઠણાઈનો સામનો કરવો પડ્યો હતો.

ટિના દત્તા

ટિના દત્તા


ટીના દત્તાએ જણાવ્યું કે કરીઅરની શરૂઆતમાં તેને પણ ભેદભાવ અને કેટલીક કઠણાઈનો સામનો કરવો પડ્યો હતો. તે ‘બિગ બૉસ 16’માં જોવા મળી હતી. તેની નવી સિરિયલ ‘હમ રહે ના રહે હમ’ સોની પર ૧૦ એપ્રિલથી શરૂ થવાની છે. આ સિરિયલમાં તેની સાથે જય ભાનુશાલી અને કિટુ ગિડવાણી પણ જોવા મળશે. ‘ઉતરણ’માં ભજવેલા ઇચ્છાના રોલને કારણે ટીના ખૂબ ફેમસ થઈ હતી. તેને પૂછવામાં આવ્યું હતું કે શું તારે કરીઅર દરમ્યાન કોઈ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો? એનો જવાબ આપતાં ટીનાએ કહ્યું કે ‘હા, એક ઍક્ટર તરીકે મારી કરીઅરની શરૂઆતમાં ‘આમ ઔર ખાસ’, નવા કલાકારોને સિનિયર ઍક્ટર જે પહેલેથી જ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે તેમની સાથે સરખાવવામાં આવતા હતા. આવો ભેદભાવનો સામનો મેં પણ કર્યો છે. મેં એ પડકાર જોયા છે અને એ બધામાંથી હું પસાર થઈ છું.’


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2023 04:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK