હુમા ખાન એક કાર્યક્રમમાં ઇરફાનના દીકરા બાબિલ ખાન પર ગુસ્સે થઈ ગઈ હતી. આ દરમ્યાન તે ઇરફાન ખાનના દીકરા બાબિલ ખાન પર ગુસ્સે થઈ ગઈ હતી અને તેમની વચ્ચેની વાતચીતનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.
બાબિલ ખાન અને હુમા કુરેશી
હુમા કુરેશીએ હાલમાં મુંબઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમ્યાન તે ઇરફાન ખાનના દીકરા બાબિલ ખાન પર ગુસ્સે થઈ ગઈ હતી અને તેમની વચ્ચેની વાતચીતનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વાઇરલ થયેલા વિડિયોમાં બાબિલ ખાન કોઈ વ્યક્તિની ફરિયાદ હુમાને કરે છે અને કહે છે કે ‘તેણે મારો ફોન પણ ન ઉઠાવ્યો.’ જોકે હુમાએ જાહેરમાં આ વાત વિશે ચર્ચા કરવાને બદલે કહ્યું કે ‘પછી વાત કરીએે.’ જોકે આટલું કહ્યું પછી પણ બાબિલે વાતનો તંત ન મૂક્યો અને સવાલ કર્યો કે ‘શું તમે મારા પર ગુસ્સે થયાં છો?’ આ સાંભળીને હુમાએ કહ્યું, ‘મને ખબર નથી.’ પણ પછી તે શિખા તલસાણિયાને કહે છે કે ‘હું આ છોકરાને થપ્પડ મારવા ઇચ્છું છું.’
આ ચર્ચા પછી હુમા અને બાબિલે ફોટોગ્રાફરો સામે એકસાથે પોઝ પણ આપ્યા પણ આમ છતાં બન્ને વચ્ચે ટેન્શન છે એવું સ્પષ્ટ જણાઈ આવતું હતું.

