હુમા કુરેશી હાલમાં લંડનમાં ફરી રહી છે

હુમા કુરેશી
હુમા કુરેશી હાલમાં લંડનમાં ફરી રહી છે. તેની વેબ-સિરીઝ ‘મહારાની’ની બીજી સીઝન લોકોને ખૂબ ગમી રહી છે. એની સફળતાને તે લંડનમાં સેલિબ્રેટ કરી રહી છે. લંડનથી તેણે જે ફોટો શૅર કર્યો છે. એમાં તે ખૂબ સુંદર દેખાઈ રહી હતી. તેણે પેસ્ટલ ગ્રીન શૉર્ટ ડ્રેસ પહેર્યો હતો. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હુમા કુરેશીએ કૅપ્શન આપી હતી, ‘લંડનના સૂરજમાં ડૂબી ગઈ છું. નિયૉન એ મારી કૉફીની જેમ નવો બ્લૅક છે.’