Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘વિક્રમ વેધા’ની અફવાઓનો અંત આણ્યો મેકર્સે

‘વિક્રમ વેધા’ની અફવાઓનો અંત આણ્યો મેકર્સે

05 July, 2022 01:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં હૃતિકની સાથે જ સૈફ અલી ખાન, રાધિકા આપ્ટે, રોહિત સરાફ, યોગીતા બિહાની, શારીબ હાશમી અને સત્યદીપ મિશ્રા લીડ રોલમાં છે

‘વિક્રમ વેધા’ના શૂટિંગ સમયની તસવીર

‘વિક્રમ વેધા’ના શૂટિંગ સમયની તસવીર


હૃતિક રોશને ‘વિક્રમ વેધા’નું શૂટિંગ ઉત્તર પ્રદેશમાં નહીં પરંતુ દુબઈમાં કરવા માટે દબાણ કર્યું હતું એવી ચર્ચાઓ ચાલી રહી હતી. હવે એને આ ફિલ્મના મેકર્સે પાયાવિહોણી વાત ગણાવી છે. આ ફિલ્મમાં હૃતિકની સાથે જ સૈફ અલી ખાન, રાધિકા આપ્ટે, રોહિત સરાફ, યોગીતા બિહાની, શારીબ હાશમી અને સત્યદીપ મિશ્રા લીડ રોલમાં છે. આ ફિલ્મ આ વર્ષે ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મને ભૂષણ કુમાર અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે પ્રોડ્યુસ, પુષ્કર અને ગાયત્રીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું. ફિલ્મના શૂટિંગ લોકેશનને લઈને ચાલી રહેલી અટકળો પર વિરામ લગાવતાં રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે કહ્યું કે ‘અમારા ધ્યાનમાં આવ્યું છે કે ‘વિક્રમ વેધા’ના શૂટિંગ લોકેશનને સંબંધિત કેટલીક ખોટી અને અપ્રમાણિત અફવા વહેતી થઈ છે. અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે ‘વિક્રમ વેધા’નું મોટા ભાગનું શૂટિંગ ભારતમાં અને એમાં પણ લખનઉમાં કરવામાં આવ્યું છે. ૨૦૨૧ના ઑક્ટોબર-નવેમ્બરમાં ફિલ્મના કેટલાક ભાગનું શૂટિંગ યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં કરવામાં આવ્યું હતું, કેમ કે એ જ એકમાત્ર એવું લોકેશન હતું કે જેમાં વધુ સંખ્યામાં લોકો માટે બાયો-બબલની વ્યવસ્થા કરી શકાતી હતી. સાથે જ શૂટ શરૂ થાય એ અગાઉ ત્યાં જ બિલ્ડિંગનો સેટ બનાવવાની પરવાનગી મળતી હતી. અમે હેલ્થ અને પ્રોટોકૉલની ચિંતાને કારણે ત્યાં શૂટિંગ કર્યું હતું. આ વાસ્તવિકતાની સાથે કોઈ ચેડાં કરવાનો પ્રયાસ સ્પષ્ટપણે મજાકિયો અને ખોટો છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2022 01:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK