અભિનેત્રીએ ઘરે હોળી પ્રગટાવીને પૂજા કરી હોવાનો વીપિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો, યુર્ઝસે કાઢી ભૂલો
શિલ્પા શેટ્ટી કુંદ્રા (ફાઇલ તસવીર)
બોલિવૂડ ર્સ્ટાસ તેમના હોળી સેલિબ્રેશન (Holi Celebration)ની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરવાનું શરુ કરી દીધું છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા (Shilpa Shetty Kundra)એ હોળીકા દહનનો વીડિયો શૅર કર્યો છે. જોકે, આ વીડિયો બાદ ફૅન્સ અભિનેત્રીને ટ્રોલ કરી રહ્યાં છે.
શિલ્પા શેટ્ટીએ ઘરે હોળીનું દહન કરતો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના બે બાળકો વિવાન અને સમિશા, પતિ રાજ કુંદ્રા અને પરિવારના અન્ય સભ્યો સાથે જોવા મળે છે. રંગોના તહેવારના એક દિવસ પહેલા ઉજવાતા હોળી દહનના તહેવારની ઉજવણીની તસવીરો અને વીડિયો શિલ્પા શેટ્ટી કુંદ્રાએ સોશ્યલ મીડિયામાં શૅર કર્યા છે. શિલ્પાએ પિન્ક ઍથનિક સૂટ પહેર્યો છે. જ્યારે તેની માતા, પતિ રાજ કુંદ્રા અને બાળકો એક સાથે ઉભેલા જોવા મળે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો - Happy Holi : હોળી-ધૂળેટીના આ ગુજરાતી ગીતોને કરો તમારી પ્લેલિસ્ટમાં સામેલ
આ વીડિયો શૅર કરતા અભિનેત્રીએ કૅપ્શનમાં લખ્યું છે કે, ‘હોલીકા દહન. અમે નાની ચિટ્સ બનાવીએ છીએ, આપણી બધી નકારાત્મક વિચારસરણી અને લાગણીઓ લખીએ છીએ. પછી તેને પ્રેમ અને પ્રકાશના રૂપમાં બ્રહ્માંડથી દૂર જવા દો. આ એક ધાર્મિક વિધિ છે જે અમે દર વર્ષે હોલીકા દહન પર કરીએ છીએ. આ તહેવાર અમને યાદ અપાવે છે કે વિશ્વાસ અને ભક્તિથી, ભગવાન હંમેશાં તમારું રક્ષણ કરે છે અને તમે હંમેશાં નકારાત્મકતાને બાળી નાખો છો અને તમારા જીવનને સકારાત્મકતા અને પ્રેમના રંગોથી ભરો. આ હોળી તમારા અને તમારા પ્રિયજનો માટે ખુશી, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લાવે. તમે બધાને હોળીની શુભેચ્છા.’ સાથે શિલ્પા શેટ્ટીએ અનેક હૅશટૅગ પણ પોસ્ટ કર્યા છે.
View this post on Instagram
શિલ્પા શેટ્ટીના આ વીડિયો પર ફૅન્સ અને સેલેબ્ઝ તેને અને તેના પરિવારને હોળીની શુભેચ્છાઓ આપી રહ્યાં છે. તો કેટલાક લોકો અભિનેત્રીને ટ્રોલ કરી રહ્યાં છે. હોળીની પૂજા કરતા સમયે શિલ્પાએ ચપ્પલ પહેર્યા હોવાતી ફૅન્સ તેની ઝાટકણી કરી રહ્યાં છે. તો ઘણા લોકોએ અભિનેત્રીના વાંસના લાકડા સળગાવવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. એવું કહેવામાં આવે છે કે, વાંસનું લાકડું હોલીકા દહનની પૂજામાં પ્રગટતું નથી.
આ પણ વાંચો - Holi 2023 : હોળીના રંગોથી ત્વચા અને વાળને સુરક્ષિત રાખવા કરો આ ઉપાય
અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાના પોસ્ટ પર ફૅન્સ જાત-ભાતની કમેન્ટ્સ કરી રહ્યાં છે.


