શિલ્પાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દાંડિયા બીટ્સ પર ડાન્સ કરતો એક વીડિયો શેર કર્યો છે. ખાસ વાત એ છે કે તેના પગમાં દુઃખાવો છે અને તે માત્ર એક પગથી ગરબા કરવાનો પ્રયાસ કરી રહી છે.
શિલ્પા શેટ્ટી
ફાલ્ગુની પાઠક આજકાલ ખુબ જ ચર્ચામાં છે. તેણે નેહા કક્કડના નવા ગીત `ઓ સજના` વિશે નારાજગી વ્યક્ત કરી હતી. હવે શિલ્પા શેટ્ટી તેને સપોર્ટ કરતી જોવા મળી રહી છે. ખરેખર, શિલ્પાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દાંડિયા બીટ્સ પર ડાન્સ કરતો એક વીડિયો શેર કર્યો છે. ખાસ વાત એ છે કે તેના પગમાં દુઃખાવો છે અને તે માત્ર એક પગથી ગરબા કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે ફાલ્ગુનીને દાંડિયાની રાણી ગણાવી છે.
શિલ્પા શેટ્ટી ડાન્સની શોખીન છે અને તે ઘણીવાર ડાન્સ કરતી વખતે તેના વીડિયો શેર કરતી રહે છે. પરંતુ આ વખતે તેણે જે વિડીયો શેર કર્યો છે તેણે ચાહકોને ચોંકાવી દીધા છે. વીડિયોની શરૂઆતમાંશિલ્પા વોકરને પકડીને બેઠેલી જોવા મળી રહી છે. પછી ફાલ્ગુની પાઠકનું ગરબા ગીત વાગવા માંડે કે તરત જ તે એક પગ પર ડાન્સ કરવા લાગે છે. તે બધી ક્રિયાઓ ફક્ત તેના હાથથી કરતી જોવા મળે છે અને અંતે તે તેની કમર હલાવતી જોવા મળે છે.
ADVERTISEMENT
View this post on Instagram
આ વીડિયો સાથે તેણે લખ્યું છે કે, `ગુજરાતી બનવાની આ મોસમ છે. દાંડિયાની રાણી ફાલ્ગુની પાઠકના મારા હાલના મનપસંદ ગરબા ગીત પર હું એક પગે નૃત્ય કરું છું.` વીડિયોમાં શિલ્પા સફેદ પલાઝો અને બ્લુ કફ્તાન કુર્તા પહેરેલી જોવા મળી રહી છે. શિલ્પા શેટ્ટી ભૂતકાળમાં ઘાયલ થઈ હતી અને તેના પગમાં ગંભીર ઈજા થઈ હતી. આ કારણે ડૉક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે. હોસ્પિટલમાંથી પોતાનો ફોટો શેર કરતી વખતે શિલ્પાએ લખ્યું કે હું મજબૂત રીતે પાછી આવીશ.


