ફિલ્મમાં રાજકુમાર પોલીસના રોલમાં છે.
રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા
રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ‘હિટ : ધ ફર્સ્ટ કેસ’એ રિલીઝના બે દિવસમાં ૩.૩૬ કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે. ફિલ્મને ડૉ. શૈલેશ કોલાનુએ ડિરેક્ટ કરી છે. આ તેલુગુ ફિલ્મની હિન્દી રીમેક છે. ફિલ્મમાં રાજકુમાર પોલીસના રોલમાં છે. તેને ગુમ થયેલી બે યુવતીઓને શોધવાની ડ્યુટી હોય છે. એમાંથી એક સાન્યા પણ છે, જે તેની ગર્લફ્રેન્ડ છે. આ સસ્પેન્સ-થ્રિલર શુક્રવારે રિલીઝ થઈ હતી. પહેલા દિવસે શુક્રવારે ફિલ્મે ૧.૩૫ કરોડ અને શનિવારે ૨.૦૧ કરોડની સાથે કુલ ૩.૩૬ કરોડનો બિઝનેસ કર્યો છે.