હિમેશ રેશમિયા કહે છે કે ઘણા લોકો હવે આ રીતે સિન્ગિંગ કરીને મારી નકલ કરે છે
હિમેશ રેશમિયા
સિંગર અને ઍક્ટર હિમેશ રેશમિયાની પોતાની આગવી સિન્ગિંગ સ્ટાઇલ છે. જોકે તેની આ સ્ટાઇલને નેઝલ સિન્ગિંગ (નાકમાંથી ગાવાની સ્ટાઇલ) ગણાવીને ઘણી વખત તેની મજાક ઉડાવવામાં આવે છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં તેણે નેઝલ સિન્ગિંગની સ્ટાઇલ પરની ટીકા વિશે પોતાનો અભિપ્રાય આપ્યો. હિમેશે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘હું એવું માનતો હતો કે હું હંમેશાં હાઈ-પિચ સિન્ગિંગ કરું છું. ભલે હું આજે એને નેઝલ સિન્ગિંગ કહું, પણ મારા માટે એ હંમેશાં હાઈ-પિચ સિન્ગિંગ હતું.’
હિમેશે કહ્યું હતું કે ‘નેઝલ સિન્ગિંગની શરૂઆત મેં કરી હતી અને હવે અન્ય ગાયકો માત્ર મને અનુસરી રહ્યા છે. હવે તો કોઈ મારી આ સ્ટાઇલની મજાક નથી ઉડાવતું. મારા પછી ઘણા લોકોએ નેઝલ સિન્ગિંગ કર્યું અને મારાં ઘણાં ગીતો હિટ થયાં.’


