હેરાફેરી 3ના વિવાદના મામલે અક્ષય કુમારે એક ઇન્ટરવ્યુમાં આવી લાગણી વ્યક્ત કરી
અક્ષય કુમાર
છેલ્લા કેટલાક સમયથી પરેશ રાવલનો ‘હેરાફેરી 3’માંથી અચાનક બહાર નીકળવાનો નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે અક્ષય કુમારની કંપની કેપ ઑફ ગુડ ફિલ્મ્સે પરેશ રાવલ વિરુદ્ધ પચીસ કરોડ રૂપિયાનો દાવો દાખલ કર્યો ત્યારે મામલાએ કાનૂની વળાંક લીધો. જોકે ત્યાર પછી ઘણી ઘટનાઓ બની છે અને હવે ‘હેરાફેરી 3’ પર પોતાની ચુપકીદી તોડીને અક્ષયે ખાતરી આપી છે કે બધું ઠીક થઈ જશે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં જ્યારે અક્ષય કુમારને ફિલ્મના તાજેતરના અપડેટ્સ અને એની વધુ માહિતી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ‘જે કંઈ થઈ રહ્યું છે એ તમારી સામે થઈ રહ્યું છે. મારી ફિંગર્સ ક્રૉસ્ડ છે અને મને ખાતરી છે કે બધું ઠીક થઈ જશે.’
ADVERTISEMENT
પરેશ રાવલે છોડી હેરાફેરી 3
અક્ષય કુમાર અને પરેશ રાવલ વચ્ચેનો વિવાદ ત્યારથી ચર્ચામાં છે જ્યારથી પરેશ રાવલે ‘હેરાફેરી 3’માંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો. આ નિર્ણય બાદ તનાવ ત્યારે વધ્યો જ્યારે અક્ષય કુમારે પરેશ રાવલ વિરુદ્ધ મુકદમો દાખલ કર્યો. આ મુકદમાના જવાબમાં પરેશ રાવલે વ્યાજ સહિત સાઇનિંગ અમાઉન્ટ પરત કરી. આ સ્થિતિમાં અક્ષય અને પરેશ રાવલે હાલમાં જ પ્રિયદર્શનની હૉરર-કૉમેડી ‘ભૂત બંગલા’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

