Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જ્યાં સુધી સ્વાસ્થ્ય છે ત્યાં સુધી જ બધું બરાબર છે

જ્યાં સુધી સ્વાસ્થ્ય છે ત્યાં સુધી જ બધું બરાબર છે

Published : 09 June, 2026 01:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૅકી શ્રોફે યુવાનોને વધારે પડતી ચિંતા ન કરવાની સલાહ આપી...

જૅકી શ્રોફ

જૅકી શ્રોફ


જૅકી શ્રોફે તાજેતરમાં પોતાના અનોખા અને મજેદાર અંદાજમાં નવી પેઢીને મહત્ત્વની સલાહ આપતાં કહ્યું છે કે જ્યાં સુધી સ્વાસ્થ્ય સારું છે ત્યાં સુધી જ બધું સારું છે. જૅકી હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘ધ ગ્રેટ ગ્રૅન્ડ સુપરહીરો : એલિયન્સ કા આગમન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ પ્રમોશન માટે આયોજિત એક કાર્યક્રમ દરમ્યાન જૅકીએ યુવાનોને જીવન વિશે મહત્ત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.

જૅકીએ પોતાના સંદેશમાં કહ્યું હતું કે ‘ઉદાસ નથી થવાનું અને તાણ પણ નથી લેવાની. ઘરનું દબાણ, કામનું દબાણ, અભ્યાસનું દબાણ, પૈસાનું દબાણ, દુનિયાનું દબાણ કે સ્વાસ્થ્યનું દબાણ... કંઈ જ મગજ પર લેવાનું નથી. જ્યાં સુધી સ્વાસ્થ્ય છે ત્યાં સુધી જ બધું બરાબર છે. એકવાર સ્વાસ્થ્ય ગયું એટલે રમત પૂરી. દરેક વ્યક્તિ જાણે છે કે જીવનનો અંત એક દિવસ નક્કી છે, તેથી સતત ચિંતામાં રહેવાનું કોઈ કારણ નથી. એના બદલે જીવનને ખુલ્લા દિલથી જીવવું જોઈએ. જ્યારે આપણને ખબર જ છે કે અંત તો નિશ્ચિત છે ત્યારે વધારે હોશિયારી બતાવવાની જરૂર નથી. આત્મદયાના ચક્કરમાં પડવાથી માત્ર મુશ્કેલીઓ વધે છે. પોતાની જાત પર દયા ખાવાની જરૂર નથી, વાત પૂરી.’


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 01:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK