સંજય કપૂરની ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિનો વિવાદ વધી રહ્યો છે
કરિશ્મા કપૂર
કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરના અવસાનને લગભગ દોઢ મહિના જેટલો સમય થયો છે ત્યારે તેની ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિના વારસાનો વિવાદ થઈ ગયો છે એવી ચર્ચા છે. રિપોર્ટ પ્રમાણે સંજય કપૂરના આ વારસામાં ભૂતપૂર્વ પત્ની કરિશ્મા કપૂરે પણ હિસ્સો માગ્યો છે. કરિશ્મા અને સંજયને બે બાળકો પણ છે. જોકે આ મામલે કરિશ્માએ કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી કરી. સંજયની કુલ મિલકત ૩૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની છે. સંજય કપૂરનાં માતા ખૂબ વૃદ્ધ છે. તેઓ કંઈ લખી શકવાની સ્થિતિમાં નથી. હાલમાં સંજય કપૂરની માતા રાની કપૂરે આરોપ મૂક્યો છે કે પુત્રના મૃત્યુ પછી તેમની ભાવનાત્મક સ્થિતિનો લાભ લઈને તેમને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં છે. ઉપરાંત ઘણા કાગળો પર સહી કરાવી લેવામાં આવી છે.


