ભારતીય મહિલા ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ જિતાડનાર કૅપ્ટન હરમનપ્રીત કૌર તાજેતરમાં પરિણીતિ ચોપડાના ઘરે પહોંચી હતી
આ તસવીરો શૅર કરતાં પરિણીતિએ હરમનપ્રીત માટે ખાસ કૅપ્શન લખી કે ‘અમારા ઘરે તમારું સ્વાગત છે ચૅમ્પિયન`
ભારતીય મહિલા ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ જિતાડનાર કૅપ્ટન હરમનપ્રીત કૌર તાજેતરમાં પરિણીતિ ચોપડાના ઘરે પહોંચી હતી. પરિણીતિ અને તેના પતિ રાઘવ ચઢ્ઢાએ હરમનપ્રીતનું પોતાના ઘરે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. હરમનપ્રીતના ઘરે આવવાથી ખુશ થયેલી પરિણીતિએ તસવીરો શૅર કરી હતી અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આ તસવીરો શૅર કરતાં પરિણીતિએ હરમનપ્રીત માટે ખાસ કૅપ્શન લખી કે ‘અમારા ઘરે તમારું સ્વાગત છે ચૅમ્પિયન. તમારી સિદ્ધિઓ, તમારી સાદગી અને તમારી અંદરની માનવતા કરોડો લોકોને પ્રેરણા આપે છે. આવી જ રીતે તિરંગાનું માન વધારતી રહો.’


