Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હનુમાન અંશ હવે તેલુગુમાં થશે રિલીઝ

હનુમાન અંશ હવે તેલુગુમાં થશે રિલીઝ

Published : 13 September, 2026 11:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માત્ર ₹૨ કરોડના બજેટમાં બનેલી ‘હનુમાન અંશ’ હવે ૧૮ સપ્ટેમ્બરે તેલુગુ ભાષામાં રિલીઝ થશે. ફિલ્મે છઠ્ઠા અઠવાડિયામાં ₹૧૦.૫૦ કરોડની કમાણી સાથે ભારતમાં કુલ ₹૧૬૩.૬૬ કરોડનું નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન નોંધાવ્યું છે.

હનુમાન અંશ

હનુમાન અંશ


માત્ર બે કરોડ રૂપિયાના બજેટમાં બનેલી અને બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત કમાણી કરીને ઇતિહાસ રચનારી બૉલીવુડની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘હનુમાન અંશ’ની ગ્લોબલ રિલીઝ થઈ ગઈ છે. હવે આ ફિલ્મ તેલુગુ દર્શકો માટે પણ આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે નીમ કરૌલી બાબા પર બનેલી આ ફિલ્મ ૧૮ સપ્ટેમ્બરે તેલુગુ ભાષામાં રિલીઝ થશે. તેલુગુ દર્શકોમાં આ ફિલ્મને લઈને પહેલેથી જ ઘણો રસ જોવા મળી રહ્યો છે અને તેલુગુ ભાષામાં રિલીઝ થયા બાદ એની લોકપ્રિયતા વધુ વધવાની શક્યતા છે.
‘હનુમાન અંશ’નું હિન્દી વર્ઝન છઠ્ઠા અઠવાડિયામાં ધમાકેદાર શરૂઆત સાથે વધુ એક રેકૉર્ડ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. નવી મોટી ફિલ્મ ‘હૈવાન’ની રિલીઝ છતાં ‘હનુમાન અંશ’ દર્શકોની પહેલી પસંદ બની રહી છે. ‘હનુમાન અંશ’ના છઠ્ઠા અઠવાડિયાની શરૂઆતના પહેલા દિવસ શુક્રવારના કલેક્શનમાં ૧૦.૫૦ કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આ સાથે ભારતમાં ફિલ્મનું કુલ ઑફિશ્યલ નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન ૧૬૩.૬૬ કરોડ રૂપિયા થઈ ગયું છે.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK