મનોજ બાજપાઇની ફિલ્મ ત્રીજી માર્ચે ડિઝની પ્લસ હૉટસ્ટાર પર થશે રિલીઝ
‘ગુલમોહર’નું પોસ્ટર
હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગોર (Sharmila Tagore) બાર વર્ષ પછી સ્ક્રિન પર કમબૅક કરી રહ્યાં છે. મનોજ બાજપાઇ (Manoj Bajpayee) સાથેની તેમની ફિલ્મ ‘ગુલમોહર’ (Gulmohar)નું ટ્રેલર આજે લૉન્ચ થઈ ગયું છે. ત્રીજી માર્ચે ડિઝની પ્લસ હૉટસ્ટાર (Disney Plus Hotstar) પર રિલીઝ થનારી ફિલ્મની વાર્તા ટ્રેલર પરથી બહુ જ રસપ્રદ લાગે છે. જે એક કમ્પલિટ ફેમેલી એન્ટરટેઇનર છે.
ફિલ્મ ‘ગુલમોહર’માં બત્રા પરિવારની વાર્તા છે. જેઓ પોતાની જ મુશ્કેલીઓમાં ફસાયેલા છે. બત્રા પરિવાર તેમના ૩૪ વર્ષ જૂના પારિવારિક ઘર - ગુલમહોરમાંથી બહાર જવા માટે તૈયાર છે અને તેમના જીવનમાં આ પરિવર્તન તેમને એકસાથે રાખેલા બંધનોની પુનઃશોધ તરફ દોરી જાય છે. કુસુમ (શર્મિલા ટાગોર) દ્વારા લેવામાં આવેલ નિર્ણય પરિવારને આશ્ચર્યચકિત કરે છે, ખાસ કરીને તેનો પુત્ર અરુણ (મનોજ બાજપેયી) અને અન્ય સભ્યોને. પછી પરિવારનું શું થાય છે તે ખરેખર જોવા જેવું છે.
ADVERTISEMENT
ફિલ્મનું દિગ્દર્શન રાહુલ ચિત્તેલા (Rahul Chittella)એ કર્યું છે. તેમણે કહ્યું કે, ‘સમય બદલાઈ રહ્યો છે. લોકોનો વિશ્વ પ્રત્યે અને ખાસ કરીને તેમના પરિવાર પ્રત્યેનો અભિગમ પણ સતત બદલાઈ રહ્યો છે અને વિકસિત થઈ રહ્યો છે. મારી સહ-લેખિકા, અર્પિતા મુખર્જી અને હું આ વાસ્તવિકતાને વાર્તાના રૂપમાં લાવવા માટે ઉત્સુક હતા. ફિલ્મમાં શર્મિલા જી, મનોજ બાજપેયી, સિમરન, સૂરજ શર્મા, કાવેરી સેઠ, ઉત્સવ ઝા એક વાસ્તવિક પરિવાર જેવા લાગે છે. ઘણા પ્રેમથી બનાવેલ ગુલમોહર પ્રેક્ષકોને ગમશે એવી આશા છે.’
આ પણ વાંચો - શર્મિલા ટાગોરના પૌત્ર તૈમુર અને જેહને હાલમાં ફિલ્મો જોવાની પરવાનગી નથી
મનોજ બાજપેયીએ કહ્યું, ‘ગુલમહોર ખૂબ જ પ્રેમ અને દિલથી બનાવેલી ફિલ્મ છે. તે કુટુંબમાં રહેલી ગૂંચવણો અને જટિલતાઓની શોધ કરે છે. આ એક એવી ફિલ્મ છે જેની સાથે દરેક જણ જોડાઈ શકશે.’
આ ફિલ્મ દ્વારા બાર વર્ષ પછી કમબૅક કરી રહેલા પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોર કહે છે કે, ‘ગુલમોહર ફિલ્મ દર્શાવે છે કે, કેવી રીતે અનેક પેઢીના લોકો તેમના વ્યક્તિગત જીવન જીવતા એક સાથે આવી શકે છે. રાહુલ ચિત્તેલા કૌટુંબિક સંબંધો વિશે ખૂબ જ સૂક્ષ્મ અને સહાનુભૂતિપૂર્ણ દૃષ્ટિકોણ ધરાવે છે અને તેમણે આ સમીકરણોને સુંદર રીતે શોધ્યા છે. ફિલ્મ જે રીતે આકાર પામી છે તેનાથી હું ખૂબ જ ખુશ છું અને હું ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યો છું’.
આ પણ વાંચો - Manoj Bajpayee: એક સમયે વડાપાંઉ પણ મોંઘા લાગતા હતા, બિહારી બાબુની આવી છે સફર
મનોજ બાજપાઈ અને શર્મિલા ટાગોરની સાથે ફિલ્મમાં અમોલ પાલેકર, સિમરન, સૂરજ શર્મા, કાવેરી સેઠ અને ઉત્સવ ઝા પણ છે. ફિલ્મ ત્રીજી માર્ચે ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થશે.


