ફિલ્મને રાહુલ વી. ચિતેલ્લાએ ડિરેક્ટ કરી છે
શર્મિલા ટાગોર સાથે ‘ગુલમોહર’ લઈને આવ્યો મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈ શર્મિલા ટાગોર સાથે ‘ગુલમોહર’ ફિલ્મમાં દેખાવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે સિમરન રિશી બગ્ગા અને સૂરજ શર્મા પણ લીડ રોલમાં દેખાશે. ફિલ્મને રાહુલ વી. ચિતેલ્લાએ ડિરેક્ટ કરી છે અને સ્ટાર સ્ટુડિયોઝ, વિકેશ ભુતાની, શુજાત સૌદાગર અને રાહુલ વી. ચિતેલ્લાએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ ત્રીજી માર્ચે ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મનોજ બાજપાઈએ કૅપ્શન આપી હતી, ‘ફૅમિલી સાથે મળાવવાનું વચન આપ્યું હતું તો નિભાવવું પણ પડશેને? બત્રા ફૅમિલી ત્રીજી માર્ચે આવી રહી છે. ડિઝની+હૉટસ્ટાર પર ‘ગુલમોહર’ આવી રહી છે.’
આ ફિલ્મ વિશે મનોજ બાજપાઈએ કહ્યું કે ‘ફિલ્મ ‘ગુલમોહર’ દ્વારા એક નવી ચૅલેન્જ મળી છે. આ ફિલ્મ ભરપૂર પ્રેમ, કાળજી અને કમ્ફર્ટથી ભરેલી છે. પરિવારમાં રહેલા વિવિધ સંબંધો પર એ પ્રકાશ પાડશે.’


