શર્મિલા ટાગોરે જણાવ્યું કે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના બન્ને દીકરાઓ તૈમુર અને જેહને ફિલ્મ જોવાની પરવાનગી નથી.
શર્મિલા ટાગોરના પૌત્ર તૈમુર અને જેહને હાલમાં ફિલ્મો જોવાની પરવાનગી નથી
શર્મિલા ટાગોરે જણાવ્યું કે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના બન્ને દીકરાઓ તૈમુર અને જેહને ફિલ્મ જોવાની પરવાનગી નથી. શર્મિલા ટાગોર ઘણાં વર્ષો બાદ ‘ગુલમોહર’ ફિલ્મ દ્વારા ઍક્ટિંગ ક્ષેત્રે પાછાં ફરી રહ્યાં છે. આ ફિલ્મમાં તેમની સાથે મનોજ બાજપાઈ અને અમોલ પાલેકર પણ જોવા મળશે. શર્મિલા ટાગોર છેલ્લે ૨૦૧૦માં આવેલી ‘બ્રેક કે બાદ’માં જોવા મળ્યાં હતાં. તેમની દીકરી સોહા અલી ખાનની દીકરી ઇનાયા નાઉમી ખેમુએ તેની નાનીની આગામી ફિલ્મ માટે શુભેચ્છા પણ આપી હતી. તૈમુર અને જેહ વિશે શર્મિલા ટાગોરે કહ્યું કે ‘મને ઇનાયા તરફથી કૉન્ગ્રેચ્યુલેશન્સનો લવલી મેસેજ આવ્યો હતો. તેની મમ્મીના કહેવાથી જ તેણે મને મેસેજ મોકલાવ્યો હશે. મેં તેને જણાવ્યું કે હજી સુધી ફિલ્મ રિલીઝ નથી થઈ. દર્શકો પણ શું કહેશે એની પણ જાણ નથી. તૈમુર અને જેહને હાલમાં ફિલ્મો જોવાની મંજૂરી નથી. જોકે તેઓ જ્યારે મને ઑન-સ્ક્રીન જોશે ત્યારે વસ્તુસ્થિતિ અલગ હશે.’


