પોનિયિન સેલ્વન’ નામની નૉવેલ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે

કાર્તિક શિવકુમાર
કાર્તિક શિવકુમાર જે કાર્તી તરીકે પણ ઓળખાય છે. તેનું કહેવું છે કે મણિ રત્નમની ‘પોનિયિન સેલ્વન 1’માં કામ કરવા માટે હું ઘોડાનો રોલ કરવા માટે પણ તૈયાર હતો. ‘પોનિયિન સેલ્વન’ નામની નૉવેલ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. લોકોને આ નૉવેલ પ્રત્યે ખૂબ લગાવ છે. એને કલ્કિ નામના ઑથરે લખી છે. ‘પોનિયિન સેલ્વન 1’માં ઐશ્વર્યા રાય બચ્ચન, ત્રિશા, જયમ રવિ, વિક્રમ અને કાર્તી પણ લીડ રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મ વિશે કાર્તીએ કહ્યું કે ‘તામિલ સમાજમાં ‘પોનિયિન સેલ્વન’નું નામ ખૂબ મોટી ઓળખ ધરાવે છે. લોકોએ આ નૉવેલ વસાવી છે અને એનાં કૅરૅક્ટર્સ સાથે પોતાને જોડે છે. આ બુકે ઘણા સમયથી લોકોમાં આકર્ષણ જમાવી રાખ્યું છે અને એ બેસ્ટ સેલર બુક છે.’
મણિ રત્નમની ફિલ્મોમાં કોઈ પણ રોલ કરવાની તૈયારી દેખાડતાં કાર્તીએ કહ્યું કે ‘ગ્રેટ ફિલ્મમેકર્સની ઇચ્છા હોય છે અને આવી ફિલ્મો બનાવીને ફાઇનલી મણિ રત્નમે એ કામ પૂરું કર્યું. મને એક ફોન કૉલ આવ્યો હતો કે મણિ સર તને મળવા માગે છે અને તેમની ફિલ્મમાં એક રોલ આપવા માગે છે. હું તેમની ઑફિસ ગયો હતો. તેમને કોણ ના પાડવાનું છે? જો મણિ સર ચાહે તો હું તેમને માટે ઘોડાનો રોલ કરવા પણ તૈયાર થઈશ. તેઓ મારા ગુરુ છે.’