Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સપ્ટેમ્બરમાં લગ્ન કરશે રિચા અને અલી ફઝલ?

સપ્ટેમ્બરમાં લગ્ન કરશે રિચા અને અલી ફઝલ?

06 August, 2022 10:13 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બન્ને ઘણાં વર્ષોથી રિલેશનમાં છે

અલી ફઝલ અને રિચા

અલી ફઝલ અને રિચા


રિચા ચઢ્ઢા અને અલી ફઝલ સપ્ટેમ્બરમાં લગ્ન કરે એવી શક્યતા છે. આ બન્ને ઘણાં વર્ષોથી રિલેશનમાં છે. સૂત્રો મુજબ આ બન્ને મુંબઈ અને દિલ્હીમાં બે સેરેમનીમાં લગ્ન કરવાનાં છે. ૨૦૨૦માં પણ આ બન્ને લગ્ન કરવાનાં હતાં, પરંતુ મહામારીને કારણે તેમનાં લગ્ન અટકી ગયાં હતાં. ત્યાર બાદ તેમણે ૨૦૨૦ના જૂનમાં લગ્ન કરવાનું નક્કી કર્યું તો અલીની મમ્મીનું અવસાન થયું હતું. એથી હવે તેઓ આ વર્ષે સપ્ટેમ્બરમાં લગ્ન કરી લેવાનાં છે એવું જાણવા મળ્યું છે. આ બન્ને ‘ફુકરે’ના સેટ પર મળ્યાં હતાં અને એકમેકના પ્રેમમાં પડ્યાં હતાં. અલીની હૉલીવુડ ફિલ્મ ‘વિક્ટોરિયા ઍન્ડ અબ્દુલ’ના વર્લ્ડ પ્રીમિયર વખતે રેડ કાર્પેટ પર બન્નેએ હાથોમાં હાથ નાખીને એન્ટ્રી કરી હતી. આવી રીતે રિચા અને અલીએ પોતાના રિલેશન જાહેર કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2022 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK