આર. ડી. બર્મન ભારતીય સંગીતઉદ્યોગના ઇતિહાસમાં સૌથી પ્રભાવશાળી અને લોકપ્રિય સંગીતકારોમાંના એક હતા. ૩ દાયકાથી વધુ લાંબી કરીઅરમાં તેમણે ૩૩૧ જેટલી ફિલ્મો માટે સંગીત રચ્યું હતું. તેમની રચનાઓમાં માનવમનના વિવિધ ભાવોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
આર. ડી. બર્મન
લેજન્ડરી મ્યુઝિક ડિરેક્ટર રાહુલ દેવ (આર.ડી) બર્મનની બાયોપિક બની રહી હોવાના રિપોર્ટ છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મનું ડિરેક્શન નીરજ પાંડે કરશે. નીરજ આ પહેલાં ‘એમ. એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’ જેવી બાયોગ્રાફિક ફિલ્મ કરી ચૂક્યો છે અને હવે તે આર. ડી. બર્મનના જીવન પર આધારિત ફિલ્મ બનાવવા માટે તૈયાર છે. આ ફિલ્મ વિશે નીરજ પાંડે તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ રિપોર્ટ્સ મુજબ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ચૂકી છે. શૂટિંગ માટે સ્કૉટલૅન્ડ અને બુડાપેસ્ટમાં રેકી પણ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે મેકર્સે મુખ્ય અભિનેતા માટે કાસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, પરંતુ હજી સુધી કોઈ નામ ફાઇનલ કરવામાં આવ્યું નથી. આર. ડી. બર્મન ભારતીય સંગીતઉદ્યોગના ઇતિહાસમાં સૌથી પ્રભાવશાળી અને લોકપ્રિય સંગીતકારોમાંના એક હતા. ૩ દાયકાથી વધુ લાંબી કરીઅરમાં તેમણે ૩૩૧ જેટલી ફિલ્મો માટે સંગીત રચ્યું હતું. તેમની રચનાઓમાં માનવમનના વિવિધ ભાવોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
