આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ છે. ફિલ્મમાં તેની સાથે દિયા મિર્ઝા, રત્ના પાઠક શાહ અને સંજના સંઘી લીડ રોલમાં છે
ફાતિમા સના શેખ
ફાતિમા સના શેખ જ્યારે ‘ધક ધક’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેને ફિટ આવી હતી અને આમ છતાં તેણે આરામ નહોતો કર્યો અને ફરીથી શૂટિંગ શરૂ કરી દીધું હતું. આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ છે. ફિલ્મમાં તેની સાથે દિયા મિર્ઝા, રત્ના પાઠક શાહ અને સંજના સંઘી લીડ રોલમાં છે. ફિલ્મની સ્ટોરી આ ચાર મહિલાઓની આસપાસ ફરે છે. તેઓ બાઇક પર રોડટ્રિપ પર નીકળે છે. ફાતિમાને એપિલેપ્ટિક અટૅક આવે છે. ફિલ્મના શૂટિંગ દરમ્યાન આવેલા આ અટૅક વિશે દિયા મિર્ઝાએ કહ્યું કે ‘અમે જ્યાં શૂટિંગ કરી રહ્યાં હતાં ત્યાં ઑક્સિજન ઓછો હતો. રસ્તો પણ અઘરો હતો અને ફાતિમા સામે મુશ્કેલી આવી. તેને ફિટનો અટૅક આવ્યો હતો, પરંતુ થોડી જ ક્ષણોમાં તે ઊભી થઈ અને ફિલ્મનો અગત્યનો સીન શૂટ કર્યો હતો. તે એક ઉમદા કલાકાર છે. આર્ટિસ્ટ તરીકે તેનું સમર્પણ જોઈને હું ઇમોશનલ થઈ ગઈ હતી.’

