ફરદીન ખાને તાજેતરમાં પોતાની ૧૨ વર્ષની દીકરી દિયાની ઇસાબેલ ખાન સાથે કરેલા ધમાકેદાર ડાન્સનો વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે જેમાં બાપ-દીકરી બન્ને મસ્તીભર્યા અંદાજમાં ડાન્સ કરતાં જોવા મળે છે.
ફરદીન ખાને સોશ્યલ મીડિયામાં શૅર કર્યો ૧૨ વર્ષની દીકરી સાથેનો ધમાકેદાર ડાન્સ
ફરદીન ખાને તાજેતરમાં પોતાની ૧૨ વર્ષની દીકરી દિયાની ઇસાબેલ ખાન સાથે કરેલા ધમાકેદાર ડાન્સનો વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે જેમાં બાપ-દીકરી બન્ને મસ્તીભર્યા અંદાજમાં ડાન્સ કરતાં જોવા મળે છે.
ફરદીને આ વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું કે ‘પિતાનો પોતાની દીકરી સાથેનો પહેલો ડાન્સ ખૂબ જ ખાસ હોય છે અને હવે મને સમજાયું કે આવું કેમ કહેવાય છે. ૧૨ વર્ષ વીતી ગયાં છે છતાં પણ આજે તે મારી ગોદમાં નાચતી મારી નાની રાજકુમારી જ છે. હું આશા રાખું છું કે તે હંમેશાં આવી જ રહે. આ પળ તો હવે હંમેશ માટે મારી પાસે જ રહેશે.’
ફરદીન અને નતાશા માધવાણી દીકરી દિયાની ઇસાબેલ ખાન અને દીકરા અઝારિયસ ખાનનાં પેરન્ટ્સ છે. હાલમાં બન્ને બાળકો માતા નતાશા સાથે લંડનમાં રહે છે પણ પિતા ફરદીન સાથે સમય પસાર કરવા માટે ભારત આવતાં-જતાં હોય છે.