Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Updates: છાવાના ડિરેક્ટરની ફિલ્મમાં હૃતિક રોશન ચમકશે?

Entertainment Updates: છાવાના ડિરેક્ટરની ફિલ્મમાં હૃતિક રોશન ચમકશે?

Published : 10 July, 2026 01:40 PM | Modified : 10 July, 2026 01:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમેકર અને ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરે ‘લુકા છુપી’, ‘મિમી’ અને ‘છાવા’ જેવી સફળ ફિલ્મો દ્વારા ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.

લક્ષ્મણ ઉતેકર, હૃતિક રોશન

લક્ષ્મણ ઉતેકર, હૃતિક રોશન


ફિલ્મમેકર અને ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરે ‘લુકા છુપી’, ‘મિમી’ અને ‘છાવા’ જેવી સફળ ફિલ્મો દ્વારા ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. હવે તેની આગામી ફિલ્મ ‘ઈઠા’માં શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જોવા મળશે. હવે મળતી માહિતી પ્રમાણે લક્ષ્મણ ઉતેકરે ‘ઈઠા’ બાદની પોતાની આગામી ફિલ્મ માટે હૃતિક રોશનનો સંપર્ક કર્યો છે અને ‘ઈઠા’ રિલીઝ થયા બાદ તે તરત જ પોતાની આ નવી ફિલ્મ શરૂ કરવા ઇચ્છે છે. જોકે હાલમાં હૃતિકનું સંપૂર્ણ ધ્યાન ‘ક્રિશ 4’ના પ્રી-પ્રોડક્શન પર કેન્દ્રિત છે અને તેણે હજુ સુધી આ ઑફર અંગે કોઈ પ્રતિસાદ આપ્યો નથી.

શ્રીલીલાએ લંડનમાં વિમ્બલ્ડનના ક્વાર્ટર ફાઇનલ મુકાબલાની મજા માણી




સાઉથની સ્ટાર શ્રીલીલાએ હાલમાં લંડનમાં વિમ્બલ્ડનના ક્વાર્ટર ફાઇનલ મુકાબલા દરમ્યાન હાજરી આપી હતી. શ્રીલીલાએ આ ખાસ ઇવેન્ટની કેટલીક ઝલક સોશ્યલ મીડિયા પર પણ શૅર કરી હતી. વિમ્બલ્ડનમાં શ્રીલીલા બૉસ લેડી લુકમાં જોવા મળી હતી. આ ટુર્નામેન્ટ માટે તેણે પાવર ડ્રેસિંગ પસંદ કર્યું હતું અને નેવી બ્લુ પૅન્ટ-સૂટમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. આ ઇવેન્ટમાં શ્રીલીલા સ્ટૅન્ડ્સમાં બેસીને ક્વાર્ટર ફાઇનલ મુકાબલાનો આનંદ માણતી જોવા મળી હતી.

મેકઅપ વગર બેબો લાગે છે આવી


કરીના કપૂર ગ્રીસમાં પરિવાર સાથે વેકેશન માણી રહી છે અને ત્યાંથી તેણે સોશ્યલ મીડિયા પર પોતાની મેકઅપ વગરની તસવીરો શૅર કરી છે. કરીનાએ શૅર કરેલી તસવીરોમાં માથા પર સ્ટાઇલિશ બૅન્ડના બાંધેલો છે. કરીનાનો આ મેકઅપ વગરનો લુક તેના ફૅન્સને બહુ પસંદ પડ્યો છે અને તેમણે કરીનાના આ આત્મવિશ્વાસનાં વખાણ કર્યાં છે. 

અશોક સિંઘલની ભૂમિકા ભજવી રહ્યા છે અનુપમ ખેર?

અનુપમ ખેર અત્યારે અયોધ્યામાં તેમની પાંચસો બાવનમી ફિલ્મ ‘શ્રી રામભૂમિ’નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ રામ મંદિર બનવા સુધીની સફર પર આધારિત છે. ગઈ કાલે અનુપમ ખેરનો આ ફિલ્મના સેટ પરનો ફોટો સામે આવ્યો હતો જેમાં તેમનો લુક રામ મંદિરના નિર્માણ માટે જીવન અર્પી દેનારા વિશ્વ હિન્દુ પરિષદના સદ્ગત અશોક સિંઘલ સાથે મળતો આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

10 July, 2026 01:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK