Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

Entertainment Updates: પૈચાન કૌન?

Published : 05 November, 2026 12:49 PM | Modified : 05 November, 2026 01:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુનીલ માત્ર થોડીક સેકન્ડ માટે જ દેખાય છે પણ એટલી જ વારમાં સૌનું ધ્યાન ખેંચી લે છે. આ એપિસોડમાં કૉમેડિયન ઝાકિર ખાન, અભિનેતા પંકજ ત્રિપાઠી અને દૃષ્ટિ IASના સ્થાપક ડૉક્ટર વિકાસ દિવ્યકીર્તિ જોવા મળે છે.

પૈચાન કૌન?

પૈચાન કૌન?


સુનીલ ગ્રોવર જબરદસ્ત મિમિક્રી કરવા માટે જાણીતો છે. હવે સુનીલ ગ્રોવર નેટફ્લિક્સના શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના આગામી એપિસોડમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના પાત્રમાં જોવા મળવાનો છે. આ એપિસોડનો પ્રોમો-વિડિયો સામે આવ્યો છે, જેમાં સુનીલ માત્ર થોડીક સેકન્ડ માટે જ દેખાય છે પણ એટલી જ વારમાં સૌનું ધ્યાન ખેંચી લે છે. આ એપિસોડમાં કૉમેડિયન ઝાકિર ખાન, અભિનેતા પંકજ ત્રિપાઠી અને દૃષ્ટિ IASના સ્થાપક ડૉક્ટર વિકાસ દિવ્યકીર્તિ જોવા મળે છે.

રજનીકાંતની ફિલ્મ ધર્મનમાં શ્રીલીલાની એન્ટ્રી




રજનીકાંત

સાઉથની લોકપ્રિય ઍક્ટ્રેસ શ્રીલીલાને રજનીકાંતની આગામી ફિલ્મ ‘ધર્મન’ માટે સાઇન કરવામાં આવી છે. આ રીતે શ્રીલીલાને પહેલી વાર રજનીકાંત સાથે કામ કરવાનો ચાન્સ મળ્યો છે. જોકે ફિલ્મમાં શ્રીલીલા કયું પાત્ર ભજવશે એની વિગતો નિર્માતાઓએ હજી જાહેર કરી નથી. ‘ધર્મન’માં શ્રીલીલા અને રજનીકાંત સિવાય નયનતારા, સિમરન તેમ જ રાશિ ખન્ના જેવાં સ્ટાર્સ જોવા મળશે.


લડાકૂથી કાર્તિક આર્યન બની જશે પ્રોડ્યુસર

 કાર્તિક આર્યન

‘ચંદુ ચૅમ્પિયન’ બાદ નૅશનલ અવૉર્ડ વિજેતા કાર્તિક આર્યન અને ડિરેક્ટર કબીર ખાન ફરી એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું નામ ‘લડાકૂ’ છે. આ ફિલ્મનું નિર્માણ અનન્યા બિરલાની પ્રોડક્શન કંપની બિરલા સ્ટુડિયોઝના બૅનર હેઠળ થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે કાર્તિક આર્યન આ ફિલ્મમાં માત્ર હીરો જ નથી, તે અનન્યા બિરલા અને કબીર ખાનની કંપની કબીર ખાન એન્ટરટેઇનમેન્ટ સાથે મળીને પોતાની પ્રોડક્શન કંપની ડોપમીન સ્ટુડિયોઝના બૅનર હેઠળ ફિલ્મનું નિર્માણ પણ કરી રહ્યો છે. આમ, ‘લડાકુ’ ફિલ્મથી કાર્તિક આર્યન પ્રોડ્યુસર તરીકે પણ પોતાની નવી સફર શરૂ કરશે. કાર્તિક આર્યનની ‘લડાકૂ’ આવતા વર્ષે ૧૮ જૂને રિલીઝ થશે. આ ફિલ્મના અન્ય કલાકારોની જાહેરાત હજી કરવામાં આવી નથી, પણ એનું ડિરેક્શન કબીર ખાન જ કરશે.

 

Whatsapp-channel Whatsapp-channel

05 November, 2026 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK