આ પાર્ટીમાં એકતાની બાલાજી ટેલિફિલ્મ્સ અને નેટફ્લિક્સ વચ્ચે નવા જોડાણની જાહેરાત પણ કરવામાં આવી હતી.
પાર્ટીમાં મૌની રૉય, કરણ જોહર, મનીષ મલ્હોત્રા, સાક્ષી તન્વર, ક્રિસ્ટલ ડિસોઝા અને અનીતા હસનંદાણી જેવાં સ્ટાર્સ જોવા મળ્યાં
ટીવી અને ફિલ્મ-પ્રોડ્યુસર એકતા કપૂરની શનિવારે પચાસમી વર્ષગાંઠ હતી. એ દિવસે એકતાએ પચાસમી વર્ષ પૂરાં કરીને એકાવનમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો એટલે એમ પણ કહી શકાય કે એકતાએ વનપ્રવેશ કર્યો છે. આ દિવસે તેણે ભવ્ય પાર્ટી રાખી હતી. એ પાર્ટીમાં મૌની રૉય, કરણ જોહર, મનીષ મલ્હોત્રા, સાક્ષી તન્વર, ક્રિસ્ટલ ડિસોઝા અને અનીતા હસનંદાણી જેવાં સ્ટાર્સ જોવા મળ્યાં હતાં. આ પાર્ટીમાં એકતાની બાલાજી ટેલિફિલ્મ્સ અને નેટફ્લિક્સ વચ્ચે નવા જોડાણની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ જોડાણનો ઉદ્દેશ ભારતીય અને વૈશ્વિક દર્શકો માટે વૈવિધ્યસભર ફૉર્મેટમાં મૌલિક સિરીઝ અને ફિલ્મો બનાવવાનો છે. આ ભાગીદારી ભારતીય વાર્તાઓને વૈશ્વિક સ્તરે રજૂ કરવા માટે પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે.

