Dunki Drop 1: `ડંકી`ના નિર્માતાઓએ આજે શાહરૂખ ખાનના ચાહકોને તેના જન્મદિવસ પર એક ખાસ ભેટ આપી છે.આજે ‘ડંકી’નો પહેલો ડ્રોપ વીડિયો રીલીઝ થયો છે. આ વીડિયો દ્વારા મેકર્સે ચાહકોને આવનારી ફિલ્મની ઝલક બતાવી છે.
`ડંકી ડ્રોપ 1`ના ફર્સ્ટ લૂક વીડિયોમાંથી સ્ક્રીનશૉટ
`જવાન`ની ભવ્ય સફળતા બાદ શાહરૂખ ખાન `ડંકી` (Dunki Drop 1)સાથે તેના ચાહકોનું મનોરંજન કરવા માટે આવી રહ્યો છે. હવે તો દર્શકો રાજકુમાર હિરાણી અને કિંગ ખાનની જોડીને પડદા પર જોવા માટે ઉત્સુક થઈ રહ્યા છે. ઘણા સમયથી આ ફિલ્મના ફર્સ્ટ લૂકની સૌ રાહ જોઈ રહ્યા હતા.
બસ, હવે ચાહકોની રાહનો અંત આવી ગયો છે. `ડંકી` (Dunki Drop 1)ના નિર્માતાઓએ આજે શાહરૂખ ખાનના ચાહકોને તેના જન્મદિવસ પર એક ખાસ ભેટ આપી છે. આ ભેટ એટલે જ કે ‘ડંકી’નો પહેલો ડ્રોપ વીડિયો રીલીઝ થયો છે. આ વીડિયો દ્વારા મેકર્સે ચાહકોને આવનારી ફિલ્મની ઝલક બતાવી છે. અને લોકોનો ઉત્સાહ વધાર્યો છે.
ADVERTISEMENT
ફિલ્મનો પહેલો વીડિયો જોતાં જ સ્પષ્ટ થાય છે કે રાજકુમાર હિરાણીની `ડંકી` ઇલલિગલ ઈમિગ્રેશન પર આધારિત હશે. હાર્ડી (શાહરૂખ ખાન) અને તેના બધા મિત્રો લંડન જવાની જાળમાં કેવી રીતે ફસાઈ જાય છે તે વાર્તાનો મધ્યવર્તી સાર છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, તાપસી પન્નુ, બોમન ઈરાની, વિકી કૌશલ (Vicky Kaushal) જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. વીડિયોના અંતે નિર્માતાઓએ ફિલ્મનો ડ્રોપ 2 ટૂંક સમયમાં રિલીઝ કરવાનું વચન પણ આપ્યું છે.
જ્યારથી શાહરૂખ ખાને રાજકુમાર હિરાણીની ફિલ્મ `ડંકી`ની જાહેરાત થઈ છે, ત્યારથી આ ફિલ્મ દર્શકોમાં ચર્ચાનો વિષય બની છે. રાજકુમાર હિરાણીએ અનેક રસપ્રદ ફિલ્મો આપી છે. હવે તેઓ ‘ડંકી’ (Dunki Drop 1) નામની હૃદયસ્પર્શી અને રમૂજથી ભરપૂર એવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. જે નક્કી જ પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડશે.
અમે તમને જણાવી દઈએ કે આજની પેઢીના બે સૌથી પ્રિય નામ એટલે કે શાહરૂખ અને રાજુ હિરાણી એક સાથે આવ્યા છે. તેમની આ ફિલ્મનો હેતુ સિનેમાની મધુરતા અને નોસ્ટાલ્જિયાને પાછો લાવવા અને જૂની યાદોને તાજી કરવાનો છે.
નિર્માતાઓએ આજે ‘ડંકી ડ્રોપ 1’ (Dunki Drop 1)નું અનાવરણ કર્યું છે. જેમાં પ્રેક્ષકોને રાજકુમાર હિરાણીની અનોખી દુનિયાની ઝલક આપવામાં આવી છે. ચાર મિત્રોની આ હૃદયસ્પર્શી વાર્તા છે જેઓ વિદેશી કિનારા સુધી પહોંચવાની તેમની શોધ માટે પ્રયત્ન કરે છે. વાસ્તવિક જીવનના અનુભવોથી પ્રેરિત ડંકી એ પ્રેમ અને મિત્રતાના વિષય પર ગૂંથાયેલ સરસ વાર્તા છે.
આજે બહાર પાડવામાં આવેલ વીડિયો તમને બોમન ઈરાની, તાપસી પન્નુ, વિકી કૌશલ, વિક્રમ કોચર, અનિલ ગ્રોવર અને શાહરૂખ ખાન સહિતના સ્ટાર્સે ભજવેલા પાત્રો સાથે રોલરકોસ્ટર રાઈડ પર લઈ જશે.
JIO સ્ટુડિયો, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને રાજકુમાર હિરાણી ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મનું નિર્માણ રાજકુમાર હિરાણી અને ગૌરી ખાન દ્વારા કરવામાં આવ્યું છે. રાજકુમાર હિરાણી સાથે અભિજાત જોશી અને કનિકા ધિલ્લોન દ્વારા લેખિત કરવામાં આવ્યું છે.


