Akhil Mishra Death: એક્ટર અખિલ મિશ્રાનું એક અકસ્માતમાં નિધન થઈ ગયું છે. તે હૈદરાબાદમાં બાલકનીમાં કામ કરતી વખતે ઉંચી બિલ્ડિંગ પરથી પડી ગયા અને તેમનું મોત નિપજ્યું.
અખિલ મિશ્રાની ફાઈલ તસવીર
Akhil Mishra Death: એક્ટર અખિલ મિશ્રાનું એક અકસ્માતમાં નિધન થઈ ગયું છે. તે હૈદરાબાદમાં બાલકનીમાં કામ કરતી વખતે ઉંચી બિલ્ડિંગ પરથી પડી ગયા અને તેમનું મોત નિપજ્યું.
આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સમાં લાઈબ્રેરિયન દુબેનો રોલ ભજવીને ફેમસ થયેલા એક્ટર અખિલ મિશ્રાનું નિધન થઈ ગયું છે. એક રિપૉર્ટ પ્રમાણે એક્ટરનું મોત કામ કરતી વખતે બિલ્ડિંહ પરથી પડી જવાથી થયું છે. તો અખિલ મિશ્રાના એકાએક નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે અને ચાહકો આ સમાચાર પર કોઈને વિશ્વાસ પણ નથી થઈ રહ્યો.
ADVERTISEMENT
બાલકનીમાંથી પડીને થયું અખિલ મિશ્રાનું મોત
ઈટાઈમ્સના એક રિપૉર્ટ પ્રમાણે, એક્ટર હૈદરાબાદામાં એક પ્રૉજેક્ટનું શૂટિંગ કરી રહ્યા હતા. તે બાલકની પાસે કામ કરતી વખતે એક ઊંચી ઈમારત પરથી પડી ગયા. અખિલના પરિવારમાં તેમની પત્ની સુઝૈન બર્નર્ટ છે, જે એક જર્મન એક્ટ્રેસ છે. જ્યારે અખિલે અંતિમ શ્વાસ લીધા ત્યારે તે હૈદરાબાદમાં હતી. તેણે કહેવાતી રીતે કહ્યું, "મારું મન ભંગાઈ ગયું છે, મારો જીવનસાથી ચાલ્યો ગયો છે."
View this post on Instagram
અખિલ મિશ્રાએ અનેક ટીવીશૉઝમાં અને ફિલ્મોમાં કર્યું કામ
અખિલે ટીવી પર પણ અનેક શૉઝ કર્યા. તેમણે ઉતરન, ઉડાન, સીઆઈડી, શ્રીમાન શ્રીમતી, હાતિમ અને આવા અનેક પૉપ્યુલર ટેલીવિઝન શૉ કર્યા હતા. અખિલ મિશ્રા અનેક ફિલ્મોમાં પણ જોવા મળ્યા. તેમણે `ડૉન`, `ગાંધી`, `માય ફાધર`, `શિખર`, `કમલા કી મોત`, `વેલ ડન અબ્બા` જેવી ફિલ્મોમાં અનેક પ્રકારના પાત્રો ભજવ્યા.
જો કે, અખિલને `3 ઇડિયટ્સ`માં તેમના લાઈબ્રેરિયન દુબેના નાના પણ યાદગાર પાત્ર દ્વારા ખૂબ જ પૉપ્યુલારિટી મળી હતી. ફિલ્મમાં આમિર ખાન, શરમન જોશી, કરીના કપૂર ખાન, આર માધવન, બોમન ઈરાની અને અનેક લોકોએ મહત્વના પાત્રો ભજવ્યા છે. તેમણે લોકપ્રિય શૉ `ઉતરન`માં ઉમ્મેદ સિંહ બુંદેલાનું પાત્ર ભજવીને ટીવી જગત પર પણ પોતાની છાપ મૂકી.
અખિલે જર્મન એક્ટ્રેસ સુઝૈન બર્નર્ટ સાથે લગ્ન કર્યા હતા
અખિલે 3 ફેબ્રુઆરી, 2009ના જર્મન એક્ટ્રેસ સુઝૈન બર્નર્ટ સાથે લગ્ન કર્યા હતા. પછીથી તેમણે 30 સપ્ટેમ્બર, 2011ના સુઝાન સાથે એક પારંપરિક સમારોહમાં લગ્ન કર્યા. 2019માં, આ જોડીએ `મજનૂની જૂલિયટ` નામની એક શૉર્ટ ફિલ્મ પર સહયોગ કર્યો, જેમાં મિશ્રાએ ખાલી એક્ટિંગ નથી કરી પણ આ ફિલ્મ લખી પણ નિર્દેશિત પણ કરી હતી. તેમની પત્ની સુઝાન અનેક ટીવી શૉ જેમકે કસૌટી ઝિંદગી કી, સાવધાન ઈન્ડિયા, એક હજારો મેં મેરી બહના હૈ, ચક્રવર્તી અશોક સમ્રાટ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને પોરસનો પણ ભાગ રહી.


