અજયની ફિલ્મે બે દિવસમાં કર્યો ૩૬.૯૭ કરોડનો બિઝનેસ

‘દૃશ્યમ 2’નો એક સીન
શુક્રવારે રિલીઝ થયેલી ‘દૃશ્યમ 2’એ બે દિવસમાં ૩૬.૯૭ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મમાં અજય દેવગન, તબુ, અક્ષય ખન્ના, શ્રિયા સરણ, ઇશિતા દત્તા, મૃણાલ જાધવ, રજત કપૂર અને સૌરભ શુક્લા પણ જોવા મળી રહ્યાં છે. આ ક્રાઇમ-થ્રિલરને અભિષેક પાઠકે ડિરેક્ટ કરી છે. ફિલ્મે પહેલા દિવસે શાનદાર કલેક્શન કર્યું છે એથી એમ કહી શકાય કે ઘણા સમય બાદ હિન્દી ફિલ્મને સારું ઓપનિંગ મળ્યું છે. ફિલ્મે પહેલા દિવસે શુક્રવારે ૧૫.૩૮ કરોડ અને શનિવારે ૨૧.૫૯ કરોડની સાથે કુલ ૩૬.૯૭ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે.

