Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઐય્યો! બાબુ, વધારે પડતું ન વિચારો : રશ્મિકા

ઐય્યો! બાબુ, વધારે પડતું ન વિચારો : રશ્મિકા

08 April, 2023 06:29 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિજય દેવરાકોન્ડા સાથે અફેર અને એક જ ઘરમાં રહેતાં હોવાની અફવાને લઈને તેણે આવું કહ્યું

રશ્મિકા મંદાના

રશ્મિકા મંદાના


રશ્મિકા મંદાનાએ વિજય દેવરાકોન્ડા સાથે અફેર હોવાની વાતને ફગાવી દીધી છે. આ બન્ને માત્ર ફ્રેન્ડ્સ છે એ વાત તેમના ફૅન્સ માનવા તૈયાર નથી. તેઓ અનેક વખત સાથે જોવા મળે છે. પાંચ માર્ચે રશ્મિકાનો બર્થ-ડે હતો અને તેણે એ સેલિબ્રેશનનો વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. એને જોતાં કેટલાક સોશ્યલ મીડિયા યુઝર્સ અટકળો લગાવવા માંડ્યા કે વિડિયોના બૅકગ્રાઉન્ડમાં જે ઘર દેખાય છે એ વિજય દેવરાકોન્ડાના ઘર જેવુ જ છે. એથી લોકોએ એવું અનુમાન લગાવ્યું કે રશ્મિકાએ સેલિબ્રેશન વિજયના ઘરે કર્યું હતું અને બન્ને સાથે રહે છે. સાથે જ લોકોનું ધ્યાન રશ્મિકાએ પહેરેલી રિન્ગ પર પણ ગયું હતું. બન્નેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને ડિજિટલ મીડિયાએ ટ્વીટ કર્યું કે ‘રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોન્ડાના ડેટિંગની અફવા હવે સાચી સાબિત થઈ છે. હા, એ બધામાં વિજય દેવરાકોન્ડાની ફેવરિટ રિન્ગ પણ રશ્મિકાએ આંગળીમાં પહેરેલી છે એ દેખાય છે. બન્ને એક જ ઘરમાં રહે છે. એક વાત તો નક્કી છે કે આપણને ગ્રેટ ન્યુઝ સાંભળવા મળશે.’

આ ટ્વીટ પર રિપ્લાય આપતાં રશ્મિકાએ ટ્વીટ કર્યું કે ‘ઐય્યો. બાબુ વધારે પડતું ન વિચારો.’


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2023 06:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK