Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીરને ડૉન 3 છોડવાનું પડશે ૪૦ કરોડ રૂપિયામાં?

રણવીરને ડૉન 3 છોડવાનું પડશે ૪૦ કરોડ રૂપિયામાં?

Published : 10 February, 2026 02:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેના અને પ્રોડક્શન-હાઉસ વચ્ચે આ મામલે હાલ મોટો વિવાદ ચાલી રહ્યો છે

રણવીર સિંહ

રણવીર સિંહ


હાલમાં રિપોર્ટ હતો કે રણવીર સિંહે ૨૦૨૩માં જાહેર થયેલી ફરહાન અખ્તરની ‘ડૉન ૩’ સર્જનાત્મક મતભેદોને કારણે છોડી દીધી છે. પહેલાં માનવામાં આવતું હતું કે આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬માં શરૂ થશે, પરંતુ હવે મળતી માહિતી મુજબ રણવીર સિંહને આ મામલે પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઇનમેન્ટને થયેલા નાણાકીય નુકસાન બદલ લગભગ ૪૦ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડી શકે છે. રણવીર અને પ્રોડક્શન હાઉસ વચ્ચે આ મામલે હાલ મોટો વિવાદ ચાલી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર રણવીરના પ્રોજેક્ટમાંથી બહાર નીકળવાને કારણે પ્રોડક્શન હાઉસને ભારે નાણાકીય નુકસાન થયું છે. એમાં ડેવલપમેન્ટ પર થયેલો ખર્ચ, શેડ્યુલિંગમાં વિલંબ, પ્લાનિંગ અને અન્ય ખર્ચનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ પરિસ્થિતિને કારણે એક્સેલ એન્ટરટેઇનમેન્ટને કેટલાક વિભાગો બંધ કરવા પડ્યા છે. આ સંજોગોમાં એક્સેલ એન્ટરટેઇનમેન્ટનું માનવું છે કે રણવીર સિંહે થયેલા નુકસાન બદલ વળતર આપવું જોઈએ. જોકે રણવીર આ ડિમાન્ડનો જોરદાર વિરોધ કરી રહ્યો છે અને તેનું કહેવું છે કે તે કોઈ પણ પ્રકારની રકમ ચૂકવવા માટે જવાબદાર નથી.



આ ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ વિશેષ માહિતી આપી છે કે ‘રણવીરનો દાવો છે કે તે ‘ડૉન 3’ની સ્ક્રિપ્ટથી ખુશ નહોતો એટલે તેણે પ્રોજેક્ટ છોડ્યો અને તેને સ્ક્રિપ્ટનો અંતિમ ડ્રાફ્ટ પસંદ આવ્યો નહોતો. જ્યારે એક્સેલનું કહેવું છે કે રણવીરે લીલી ઝંડી આપ્યા બાદ જ કંપનીએ પ્રી-પ્રોડક્શન શરૂ કર્યું હતું. આ વિવાદ વધતો જોઈને પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા વચ્ચે પડી છે. ગયા શુક્રવારે રણવીર અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટ વચ્ચે લગભગ બે કલાક લાંબી બેઠક યોજાઈ હતી, પરંતુ એમાં કોઈ સ્પષ્ટ પરિણામ આવ્યું નહોતું. બેઠક દરમ્યાન બન્ને પક્ષોએ જવાબદારી અને નાણાકીય જવાબદારી મુદ્દે એકબીજા પર દલીલો કરી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2026 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK