આ બુક રિટાયર્ડ આઇપીએસ ઑફિસર ડૉક્ટર અમર કુમાર પાન્ડેએ લખી છે.
‘અ ડૉન્સ નેમેસિસ’ બુક પરથી ફિલ્મ બનાવશે ઉમેશ શુક્લ
ઉમેશ શુક્લએ ‘અ ડૉન્સ નેમેસિસ’ બુક પરથી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. તે એ ફિલ્મ બનાવવા માટે આતુર છે. આ બુક રિટાયર્ડ આઇપીએસ ઑફિસર ડૉક્ટર અમર કુમાર પાન્ડેએ લખી છે. એ બુકમાં ડૉન રવિ પૂજારીને પકડવાના ઑપરેશન વિશે લખવામાં આવ્યું છે. આ બુકના લૉન્ચિંગ વખતે હાજર ઉમેશ શુક્લએ કહ્યું કે ‘ડૉક્ટર અમર કુમાર પાન્ડેની ‘અ ડૉન્સ નેમેસિસ’ બુકમાં તેમની જર્ની વિશે લખવામાં આવ્યું છે અને મારું માનવું છે કે દરેક ભારતીયે એ સ્ટોરી વિશે જાણવું જોઈએ. એ પ્રેરણાદાયી છે અને ન્યાય અપાવવા માટે ભારતીય પોલીસ દળના સમર્પણને દેખાડે છે.’


