પ્રિયંકાએ તેના વ્યસ્ત શેડ્યુલને કારણે આ વખતે થોડી ઍડ્વાન્સમાં રક્ષાબંધનની ઑનલાઇન ઉજવણી કરી છે.
હાલમાં પ્રિયંકાએ કેટલીક તસવીરોમાં દીકરી માલતી મારીની પપ્પા નિક જોનસના મ્યુઝિક રિહર્સલની અને પરિવારનાં અન્ય બાળકો સાથેની તસવીરો શૅર કરી છે.
પ્રિયંકા ચોપડા સોશ્યલ મીડિયા પર પરિવારની તસવીરો શૅર કરતી રહે છે. હાલમાં પ્રિયંકાએ કેટલીક તસવીરોમાં દીકરી માલતી મારીની પપ્પા નિક જોનસના મ્યુઝિક રિહર્સલની અને પરિવારનાં અન્ય બાળકો સાથેની તસવીરો શૅર કરી છે. જોકે આ તસવીરોમાં એક તસવીર પ્રિયંકાના ભાઈ, મમ્મી અને ભાભીની પણ છે. આ તસવીરમાં પ્રિયંકાના ભાઈએ હાથમાં રાખડી બાંધેલી જોવા મળે છે. આ તસવીર જોઈને એવું લાગે છે કે પ્રિયંકાએ તેના વ્યસ્ત શેડ્યુલને કારણે આ વખતે થોડી ઍડ્વાન્સમાં રક્ષાબંધનની ઑનલાઇન ઉજવણી કરી છે.


