પ્રિયંકા હાલમાં હૈદરાબાદમાં એસ. એસ. રાજામૌલીની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે
પ્રિયંકાની પોસ્ટ
પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક પોસ્ટ શૅર કરી છે જેમાં તેણે હસતાં-હસતાં કડક શબ્દોમાં સમજાવ્યું છે કે જો કોઈ તેનું અપમાન કરશે તો શું પરિણામ આવી શકે છે. પ્રિયંકાની આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે ‘હું ત્યાં સુધી ખૂબ સારી અને સમજદાર વ્યક્તિ છું જ્યાં સુધી કોઈ મારું અપમાન ન કરે. જો કોઈ મારું અપમાન કરે છે તો મારી પાસે માત્ર ત્રણ મિત્રો જ કેમ છે એ સમજાઈ જશે.’
પ્રિયંકા હાલમાં હૈદરાબાદમાં એસ. એસ. રાજામૌલીની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે અને તાજેતરમાં તેણે હૈદરાબાદ પહોંચ્યા બાદ દીકરી માલતી મારી સાથેની તસવીર પણ શૅર કરી હતી.


