અનિલ કપૂરે જણાવ્યું છે કે તેણે શું કામ વર્લ્ડની મોટી ફ્રૅન્ચાઇઝીમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

અનિલ કપૂર
અનિલ કપૂરે જણાવ્યું છે કે તેણે શું કામ વર્લ્ડની મોટી ફ્રૅન્ચાઇઝીમાં કામ કરવાની ના પાડી દીધી હતી. આ કઈ ફિલ્મ હતી એ તો નથી જાણવા મળ્યું. જોકે હજી પણ તેને હૉલીવુડના કેટલાક શો અને ફિલ્મો ઑફર કરવામાં આવે છે, પરંતુ અમુક કારણોસર તે એ ઑફરનો સ્વીકાર નથી કરતો. સૌથી મોટી ફ્રૅન્ચાઇઝીને ના પાડવા વિશે અનિલ કપૂરે કહ્યું કે ‘વર્લ્ડની મોટી ફ્રૅન્ચાઇઝી હતી, પરંતુ હું એનું નામ નહીં આપું. તેમણે મને બે દિવસના કામ માટે એક રોલ ઑફર કર્યો હતો. એથી મેં સીન વાંચ્યો. જોકે મને સીન સમજમાં જ ન આવ્યો. એ ફ્રૅન્ચાઇઝીના ડિરેક્ટરે મને કૉલ કરીને જણાવ્યું કે ‘હું ચાહું છું કે તમે આ રોલ કરો.’ વિદેશમાં વસતા મારા તમામ ફ્રેન્ડ્સે મને જણાવ્યું કે ‘જો હું આ ફિલ્મ કરી લઈશ તો મારે બીજું કંઈ કરવાની જરૂર નહીં રહે.’
મેં મારા ફ્રેન્ડ્સને કહ્યું કે હું આ ફિલ્મમાં કામ નહીં કરું, કેમ કે મને સીન જ સમજમાં નથી આવ્યો. જો એ દિવસે મેં ખોટો નિર્ણય લીધો હોત તો હું બધી બાજુએ એક્સપોઝ થઈ ગયો હોત.’