ફિલ્મનો પહેલો ભાગ પાંચમી ડિસેમ્બરે રિલીઝ થશે અને બીજો ભાગ આવતા વર્ષના પ્રથમ ૬ મહિનામાં રિલીઝ કરવાનું આયોજન છે
રણવીર સિંહ `ધુરંધર`માં
રણવીર સિંહની આગામી ફિલ્મ ‘ધુરંધર’ રિલીઝ પહેલાં જ ચર્ચામાં છે. રિપોર્ટ પ્રમાણે ડિરેક્ટર આદિત્ય ધરની આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. ફિલ્મનો પહેલો ભાગ પાંચમી ડિસેમ્બરે રિલીઝ થશે અને બીજો ભાગ આવતા વર્ષના પ્રથમ ૬ મહિનામાં રિલીઝ કરવાનું આયોજન છે.
આ ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘આદિત્ય ધરે ઘણું ડિટેલમાં શૂટિંગ કર્યું છે અને ફિલ્મ ખૂબ સારી બની છે. જોકે ફિલ્મ બહુ લાંબી હોવાથી એને બે ભાગમાં વહેંચવાની ચર્ચા ચાલી રહી છે. મોટા ભાગે આ વાતની જાહેરાત ફિલ્મના ટ્રેલર-લૉન્ચિંગ વખતે કરવામાં આવશે.’
ADVERTISEMENT
‘ધુરંધર’નું ટ્રેલર-લૉન્ચ ગયા અઠવાડિયે થવાનું હતું, પરંતુ દિલ્હીના બ્લાસ્ટને કારણે એને મુલતવી રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં રણવીર સિંહ સિવાય અક્ષય ખન્ના, સંજય દત્ત, આર. માધવન અને અર્જુન રામપાલ પણ મહત્ત્વની ભૂમિકામાં છે.


