Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડ્રાઇવરના નિધનથી પારાવાર દુઃખ થયું છે વરુણ ધવનને

ડ્રાઇવરના નિધનથી પારાવાર દુઃખ થયું છે વરુણ ધવનને

20 January, 2022 12:02 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંગળવારની રાતે બાંદરાના મેહબૂબ સ્ટુડિયોમાં વરુણ ધવન શૂટિંગ કરી રહ્યો હતો એ જ વખતે મનોજને હાર્ટ-અટૅક આવ્યો હતો

ડ્રાઇવર સાથે વરુણ ધવન

ડ્રાઇવર સાથે વરુણ ધવન


વરુણ ધવનના ડ્રાઇવર મનોજ સાહુના નિધનથી તેને ખૂબ દુઃખ થયું છે. તેનું હાર્ટ- અટૅકને કારણે અવસાન થયું છે. મંગળવારની રાતે બાંદરાના મેહબૂબ સ્ટુડિયોમાં વરુણ ધવન શૂટિંગ કરી રહ્યો હતો. એ જ વખતે મનોજને હાર્ટ-અટૅક આવ્યો હતો. વરુણ તરત તેને લીલાવતી હૉસ્પિટલ લઈ ગયો હતો જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વરુણ ધવનના પરિવારમાં મનોજ સાહુ ઘણાં વર્ષોથી કામ કરતો હતો અને તેમના માટે તે વિશ્વાસુ હતો. મનોજ સાહુ સાથેની એક જૂની વિડિયો ક્લિપ વરુણે શૅર કરી છે. એમાં તે મનોજની ખૂબ પ્રશંસા કરી રહ્યો છે અને કહે છે કે તેણે મને ખૂબ પીઠબળ આપ્યું છે. તે ઘણાં વર્ષોથી કામ કરે છે. મારી આખી જર્ની દરમ્યાન તે મારી પડખે ઊભો રહ્યો છે. તે સ્ટેજ પર મનોજને બોલાવે છે. આ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી, ‘મનોજ મારી લાઇફમાં છેલ્લાં ૨૬ વર્ષોથી છે. તે મારું સર્વસ્વ છે. મારા દુઃખને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. જોકે હું એટલું જરૂર કહીશ કે લોકો તેની મજાક, હ્યુમર અને લાઇફ માટેના તેના જોશને હંમેશાં યાદ રાખશે. મનોજ દાદા તમે મારી લાઇફમાં રહ્યા એના માટે હું હંમેશાં તમારો ઋણી રહીશ.’


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2022 12:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK