ધર્મેન્દ્રએ આ વિડિયો પોતાના સોશ્યલ અકાઉન્ટ પર શૅર કર્યો છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ધર્મેન્દ્ર ૮૯ વર્ષના થયા છે, પરંતુ આ તબક્કે પણ તેમની ઊર્જા અને જુસ્સો અદ્ભુત છે. આ ઉંમરે પણ ધર્મેન્દ્ર પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખી રહ્યા છે. ક્યારેક તેઓ સ્વિમિંગ કરતા જોવા મળે છે તો ક્યારેક જિમમાં એક્સરસાઇઝ કરતા નજરે ચડે છે. હવે ધર્મેન્દ્ર સ્પીડબોટ ચલાવતા જોવા મળ્યા અને તેમના આ વિડિયોએ ફૅન્સનાં દિલ જીતી લીધાં છે. ધર્મેન્દ્રનો આ અંદાજ જોઈને ચાહકો કમેન્ટ કરીને તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે અને તેમને પ્રેરણાદાયી ગણાવી રહ્યા છે.
ધર્મેન્દ્રએ આ વિડિયો પોતાના સોશ્યલ અકાઉન્ટ પર શૅર કર્યો છે. આ પહેલાં પણ ધર્મેન્દ્રએ સ્વિમિંગ-પૂલમાં એક્સરસાઇઝ કરતા અને બૉલ રમતા વિડિયો શૅર કર્યા છે જે વાઇરલ થયા હતા.

